Rajkot District Bank બની ખેડૂતોનો સહારો
- રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર
- રાજકોટ ડિસ્ટ્રીક બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે
- સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટા પ્રમાણમાં થયું છે નુકસાન
- વરસાદથી મગફળી, કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો છે
Rajkot District Bank : રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાજકોટ ડિસ્ટ્રીક બેંક (Rajkot District Bank) ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે . રાજકોટ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં જયેશભાઇ રાદડિયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન
આ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને વરસાદના કારણે મગફળી તથા કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે રાજકોટ ડિસ્ટ્રીક બેંક ખેડૂતોનો સહારો બની છે. બેંક દ્વારા આજે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ છે.
આ પણ વાંચો---Rajkot: ‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા’ શહેરની 10 જાણીતી હોટલને મળી બોમ્બની ધમકી
જયેશભાઈ રાદડિયાની આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
રાજકોટ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાની આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જયેશ ભાઇ રાદડિયાએ રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ બેંક દ્વારા 1 હજાર કરોડની લોન સહાય કરવામાં આવશે.
બેંકે ઝીરો ટકા વ્યાજે 1 વર્ષ માટે લોનની જાહેરાત કરી
રાજકોટ સહકારી બેંક દ્રારા 1 હજાર કરોડ લોન સહાયની જાહેરાત કરાઇ હતી. બેંકે ઝીરો ટકા વ્યાજે 1 વર્ષ માટે લોનની જાહેરાત કરી હતી. હેક્ટર દીઠ 10 હજાર રૂપિયા અને વધુમાં વધુ 5 હેક્ટર લોન મેળવી શકશે. એક ખેડૂત વધારેમાં વધારે 50 હજાર રૂપિયાની લોન લઇ શકશે અને 1 વર્ષમાં લોન પરત કરવાની રહેશે. ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ તેવી પણ જાહેરાત કરાઇ છે. ખેડૂતોને ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને 100 કરોડ રૂપિયાનો બોજો પડશે.
આ પણ વાંચો---Rajkot માં સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે jayant pandya સામે વિરોધ જોવા મળ્યો