Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : RMC નાં પૂર્વ સિટી ઇજનેરનાં ઘરે તપાસ મામલે કમિશનરની PC, આપી આ માહિતી

RMC નાં પૂર્વ ઇજનેર અલ્પના મિત્રાનાં ઘરે તપાસ મામલે મનપા કમિશનરનું મોટું નિવેદન તપાસ દરમિયાન 40 જેટલી ફાઈલ મળી આવી હતી : કમિશનર રાજીનામું આપ્યા બાદ ફાઇલો પર નિકાલ કરવાનો હક રહેતો નથી : કમિશનર તપાસ બાદ જે ગુનેગાર...
rajkot   rmc નાં પૂર્વ સિટી ઇજનેરનાં ઘરે તપાસ મામલે કમિશનરની pc  આપી આ માહિતી
  1. RMC નાં પૂર્વ ઇજનેર અલ્પના મિત્રાનાં ઘરે તપાસ મામલે મનપા કમિશનરનું મોટું નિવેદન
  2. તપાસ દરમિયાન 40 જેટલી ફાઈલ મળી આવી હતી : કમિશનર
  3. રાજીનામું આપ્યા બાદ ફાઇલો પર નિકાલ કરવાનો હક રહેતો નથી : કમિશનર
  4. તપાસ બાદ જે ગુનેગાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે : કમિશનર

રાજકોટ (Rajkot) મહાપાલિકાનાં તત્કાલિન સિટી ઇજનેર અલ્પના મિત્રાનાં (Alpana Mitra) ઘરે વિજિલન્સની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી અંગે મહાપાલિકાનાં કમિશનર ડી. પી. દેસાઈએ (D. P. Desai) પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે. કમિશનરે કહ્યું કે, માહિતી મળી હતી કે ફાઈલો નિકાલની કામગીરી ચાલી રહી છે. તપાસ દરમિયાન 40 જેટલી ફાઈલો મળી આવી હતી. કોણ ફાઈલો લઈ ગયું હતું તે બાબતે તપાસ હાથ ધરાશે. કમિશનરે આગળ કહ્યું કે, તપાસ બાદ જે ગુનેગાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે.

Advertisement

આ પણ વાંચો - Jayesh Radadia : સામે પડેલા જૂથે કર્યું સમાધાન, ગંભીર આરોપ સાથેની HC માં કરેલી રિટ પણ પરત ખેંચી

RMC નાં પૂર્વ સિટી ઇજનેરના ઘરે વિજિલન્સની તપાસ

RMC નાં પૂર્વ સિટી ઇજનેર (Former City Engineer) અલ્પના મિત્રાનાં ઘરે વિજિલન્સની ટીમે (Vigilance Team) સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી અંગે RMC નાં કમિશનર ડી. પી. દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે, માહિતી મળી હતી કે પૂર્વ સિટી ઇજનેરનાં ઘરે ફાઈલો નિકાલની કામગીરી ચાલી રહી છે. આથી, માહિતી મળતા મનપાની (RMC) ટીમ તપાસ અર્થે મોકલી હતી. આ તપાસ દરમિયાન 40 જેટલી ફાઈલો મળી આવી હતી. કમિશનરે કહ્યું કે, કોણ ફાઈલો લઈ ગયું હતું તે બાબતે તપાસ હાથ ધરાશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 માસૂમોનાં મોત, ગઈકાલથી ગુમ હતા બાળકો!

Advertisement

કોણ ફાઈલો લઈ ગયું હતું તે બાબતે તપાસ હાથ ધરાશે: કમિશનર

રાજકોટ (Rajkot) મહાપાલિકાના કમિશનર ડી. પી. દેસાઈએ આગળ કહ્યું કે, પૂર્વ સિટી ઇજનેર જે વિભાગનો હવાલો સંભાળતા હતા તે વિભાગની ફાઈલો હતી. રાજીનામું આપ્યા બાદ ફાઇલો પર નિકાલ કરવાનો હક રહેતો નથી. પરંતુ, આ ફાઈલો લઈ જવાનો હેતું શું હતો તેની તપાસ કરાશે. તપાસ બાદ જે ગુનેગાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - Gandhinagar : IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીનાં Transfer

Tags :
Advertisement

.