Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : દિવાળીની રાતે નજીવી બાબતે યુવકો વચ્ચે મારામારી, એકનું મોત

સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારી (Rajkot) સામાન્ય બાબતમાં એકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી રાજકોટમાં (Rajkot) દિવાળીની રાત લોહિયાળ બની હતી. સર્વેશ્વર ચોકમાં ફટાકડા...
rajkot   દિવાળીની રાતે નજીવી બાબતે યુવકો વચ્ચે મારામારી  એકનું મોત
  1. સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારી (Rajkot)
  2. સામાન્ય બાબતમાં એકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ
  3. ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
  4. એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

રાજકોટમાં (Rajkot) દિવાળીની રાત લોહિયાળ બની હતી. સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે બે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Diwali 2024 : દિવાળીની ઉજવણી વચ્ચે અમરેલીમાં બંધ મકાન, પાલનપુરમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Advertisement

સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારી

રાજકોટમાં (Rajkot) દિવાળીની રાત લોહિયાળ બની હતી. શહેરનાં સર્વેશ્વર ચોક (Sarveswar Chowk) ખાતે ફટાકડા ફોડવાની બાબતે કેટલાક યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વધુ ઊગ્ર થતાં વાત મારામારી સુધી પહોંચી હતી. દરમિયાન, જીવલેણ હુમલામાં કાર્તિક નામનાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે, પ્રકાશ સરવૈયા અને કેતન વોરા નામનાં બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને યુવકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : બેફામ આવતા ફોર્ચ્યુનર કારચાલકે એક સાથે 9 વાહનોને અડફેટે લીધા, 5 થી વધુને ઇજા

એક યુવકનું મોત, બે લોકોને ગંભીર ઇજા

આ ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસની (A Division Police) પ્રાથમિક તપાસમાં અમનદીપ ઉર્ફે બલી નામનાં યુવકે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સાક્ષીઓ અને ઇજાગ્રસ્ત યુવકોનાં નિવેદન લઈ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીનાં તહેવાર વચ્ચે આશાસ્પદ યુવાનનાં મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Rajkot : TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં બે તત્કાલીન મનપા કમિશનરને ક્લિનચીટ!

Tags :
Advertisement

.