Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Civil Hospital : 70 વર્ષનાં બીમાર વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરનારા બે ડોક્ટર સામે દાખલો બેસે એવી કાર્યવાહી!

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર રાજકોટ સિવિલ હોસ્પિ.માં વૃદ્ધા સાથે અમાનવીય વર્તનનો મામલો બે રેસીડેન્ટ ડૉ. હેત અને ડૉ. જૈનમને સસ્પેન્ડ કરાયાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) વૃદ્ધા સાથે અમાનવીય વર્તન મામલે મોટા સમાચાર આવ્યા છે....
rajkot civil hospital   70 વર્ષનાં બીમાર વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરનારા બે ડોક્ટર સામે દાખલો બેસે એવી કાર્યવાહી
  1. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર
  2. રાજકોટ સિવિલ હોસ્પિ.માં વૃદ્ધા સાથે અમાનવીય વર્તનનો મામલો
  3. બે રેસીડેન્ટ ડૉ. હેત અને ડૉ. જૈનમને સસ્પેન્ડ કરાયાં

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) વૃદ્ધા સાથે અમાનવીય વર્તન મામલે મોટા સમાચાર આવ્યા છે. અમાનવીય વર્તન કરનારા બે રેસીડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડોક્ટરો પર આરોપ છે કે સારવાર ન કરવી પડે તેથી 70 વર્ષનાં બીમાર વૃદ્ધાને PM રૂમ પાસે મૂકીને જતા રહ્યાં હતાં.

Advertisement

આ પણ વાંચો - Ganesh visarjan દરમિયાન ધોરાજીની ભાદર નદીમાં ડૂબ્યો યુવક

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો મામલો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) થોડા દિવસ પહેલા એક અમાનવીય ઘટના બની હતી. 5 સપ્ટેમ્બરનાં રોજ 70 વર્ષનાં વર્ષાબેન બીમાર હોવાથી સારવાર માટે સિવિલ આવ્યાં હતાં. જો કે, વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે રેસીડેન્ટ ડોક્ટર ડૉ. હેત અને ડૉ. જૈનમ એ બીમાર વૃદ્ધાને PM રૂમ પાસે સ્ટ્રેચર પર સુવડાવી ચાલ્યા ગયા હતા. વૃદ્ધા સાથે કોઈ નહિં હોવાથી સિવિલનાં હેલ્પ ડેસ્ક (Civil Help Desk) દ્વારા સર્જરી વિભાગમાં વર્ષાબેનને દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાનો અહેવાલ Gujarat First દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની ધારદાર અસરને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - દારૂબંધી છે કે નહી? ગૃહ વિભાગે દારૂબંધીના નિયમો હળવા કર્યા!

Advertisement

કમિટિની રિપોર્ટ બાદ બે રેસીડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ

સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્રે આ સમગ્ર મુદ્દે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ તપાસ સમિતિનો રિપોર્ટ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડીનને સોંપવામાં આવ્યો હતો. કમિટી દ્વારા તપાસ હેઠળ તમામ નિવેદનો લીધા બાદ અને CCTV ફૂટેજ કે જેમાં બન્ને ડોક્ટરો સ્ટ્રેચર પર વૃદ્ધાને લઈ જતા જોવા મળ્યા હતા, તેના આધારે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે હવે કાર્યવાહી કરવામાં આવી છે અને બે રેસીડેન્ટ ડોક્ટર હેત અને ડોક્ટર જૈનમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો - Rajkot : નવરાત્રિમાં ગરબા આયોજનને લઈ લેઉવા બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા?

Tags :
Advertisement

.