ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

Rajkot : આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટો ઝટકો

આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈ એક મોટા સમાચાર હાઈકોર્ટથી ત્યાગ વલ્લભ સ્વામીને મોટો ઝટકો કરોડોની છેતરપિંડી મામલે થઈ શકે છે ધરપકડ રાજકોટની (Rajkot) આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. ત્યાગ વલ્લભ સ્વામી (Tyag Vallabh Swami) અને તેમની...
04:00 PM Sep 07, 2024 IST | Vipul Sen
featuredImage
  1. આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈ એક મોટા સમાચાર
  2. હાઈકોર્ટથી ત્યાગ વલ્લભ સ્વામીને મોટો ઝટકો
  3. કરોડોની છેતરપિંડી મામલે થઈ શકે છે ધરપકડ

રાજકોટની (Rajkot) આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. ત્યાગ વલ્લભ સ્વામી (Tyag Vallabh Swami) અને તેમની ટોળકીને વધુ એક ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટનાં સૂચન બાદ ત્યાગ વલ્લભ સ્વામીએ ફરિયાદ કરવા કરેલી અરજી પરત ખેંચવી પડી છે. આથી હવે, કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે ત્યાગ વલ્લભ સ્વામીની ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચો - Gondal : લ્યો બોલો...ચાઇનીઝ લસણ! માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા મળ્યા, કડક કાર્યવાહી કરવા સરકારને રજૂઆત

ત્યાગ વલ્લભ સ્વામીની મુશ્કેલીઓ વધી

રાજકોટમાં (Rajkot) આવેલી આત્મીય યુનિવર્સિટીમાં (Atmiya University) કરોડો રૂપિયાનાં કૌભાંડનાં આક્ષેપ હેઠળ ત્યાગ વલ્લભ સ્વામી સાથે ઉદ્યોગપતિ ધર્મેશ જીવાણી (Dharmesh Jivani) અને તેમની પત્ની સહિતનાં લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલી જતાં ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી હતી. જે હાઈકોર્ટનાં (Gujarat High Court) સૂચન બાદ પાછી ખેંચવાની સ્વામીને ફરજ પડી છે. ગઈકાલે સોખડા ખાતે સ્વામીનાં આપઘાત મામલે ફરિયાદ બાદ ત્યાગ વલ્લભ સ્વામી અને તેમની ટોળકીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિ.માં તબીબે વૃદ્ધા દર્દી સાથે કરેલા અમાનવીય વર્તન અંગે Gujarat First નાં અહેવાલની ધારદાર અસર

કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીની થઈ શકે છે ધરપકડ

જણાવી દઈએ કે, હાઈકોર્ટનાં (Gujarat High Court) સૂચન બાદ હવે પોલીસ દ્વારા રાજકોટ આત્મીય યુનિવર્સિટી કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે આ કેસમાં ઉદ્યોગપતિ ધર્મેશ જીવાણી અને તેમની પત્ની સહિતનાં લોકો સામે પણ ફરિયાદ થતાં તેમની સામે પણ જલદી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - Gandhinagar : ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધને લઈ સરકારનો મોટો નિર્ણય

Tags :
Dharmesh JivaniGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarati NewsLatest Gujarati NewsRAJKOTRajkot's Atmiya UniversityTyag Vallabh Swami