ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : વધુ એક Hit and Run, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોપેડસવાર યુવકનું મોત

રાજકોટનાં કાગદડી પાસે Hit and Run ની ઘટના મોપેડસવાર યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો મોપેડસવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ આદરી રાજકોટમાં (Rajkot) વધુ એક હીટ એન્ડ રનની (Hit and Run) ઘટના...
02:12 PM Oct 13, 2024 IST | Vipul Sen
  1. રાજકોટનાં કાગદડી પાસે Hit and Run ની ઘટના
  2. મોપેડસવાર યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો
  3. મોપેડસવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
  4. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ આદરી

રાજકોટમાં (Rajkot) વધુ એક હીટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. કાગદડી પાસે મોપેડ પર જતા યુવાનને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લોધો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં મોપેડસવાર યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Himmatnagar : સબજેલમાં દુષ્કર્મનાં આરોપીએ ગળે ફાંસો ખાધો, કારણ ચોંકાવનારું!

મોપેડ પર જતા યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા મોત

રાજકોટમાં (Rajkot) વધુ એક હીટ એન્ડ રનની (Hit and Run) ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, કાગદડી વિસ્તાર (Kagadadi) પાસે મોપેડ પર જતા યુવાનને એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડસવાર યુવક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. યુવકને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, ઉકાઇ ડેમનાં 10 જ્યારે ભાદર ડેમનાં 7 દરવાજા ખોલાયા

અન્ય કેટલાક વાહનો યુવકનાં મૃતદેહ પરથી પસાર થયા

જો કે, અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય કેટલાક વાહનો યુવકનાં મૃતદેહ પરથી પસાર થયા હતા. આ ગોઝારા અકસ્માતને (Road Accident) પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી અને સ્થાનિક પોલીસને (Rajkot Police) જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. આ સાથે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Surat : રાવણ દહન કાર્યક્રમમાં આ શું બોલી ગયા મેયર ? જાહેરમાં લપસી જીભ, Video થયો વાઇરલ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newshit and runKagadadiLatest Gujarati NewsRAJKOTrajkot policeroad accident
Next Article