Rajkot : સ્કૂલેથી સાઇકલ પર ઘરે જઈ રહેલા 12 વર્ષીય માસૂમ બાળક માટે કાળ બની ટ્રક
- રાજકોટમાં ટ્રકની અડફેટે આવતા માસૂમ બાળકનું મોત
- સંતકબીર રોડ પર 12 વર્ષના બાળકને ટ્રકચાલકે ટક્કર મારી
- પવન નિશાદ સ્કૂલેથી ઘરે જતો હતો ત્યારે કાળ બની ટ્રક
- ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત, ચાલક ફરાર
રાજકોટથી (Rajkot) હચમચાવી ઘટના સામે આવી છે. રાજકોટના સંતકબીર રોડ પર 12 વર્ષનાં બાળકને ટ્રકચાલકે અડફેટે લીધો હતો. ટ્રકની જોરદાર ટક્કરથી માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ત્યાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : એક વર્ષથી માઉન્ટ કાર્મેલ સ્કૂલનાં બાંધકામને લઈ ચાલી રહ્યો છે વિવાદ, હકીકત જાણવા પહોંચ્યું Gujarat First
- રાજકોટમાં ટ્રકની અડફેટે આવતા માસૂમ બાળકનું મોત
- સંતકબીર રોડ પર 12 વર્ષના બાળકને ટ્રકચાલકે ટક્કર મારી
- પવન નિશાદ સ્કૂલેથી ઘરે જતો હતો ત્યારે કાળ બની ટ્રક ફરી વળી
- ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત, ચાલક ટ્રક મૂકી ફરાર થયો
- સ્થાનિક પોલીસે ગુનો નોંધીને ટ્રકચાલકની…— Gujarat First (@GujaratFirst) September 4, 2024
સંતકબીર રોડ પર થયો ગોઝારો અકસ્માત
રાજકોટનાં સંતકબીર રોડ (SantKabirRaod) પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બેદરકારીપૂર્વક ટ્રક હંકારતા ચાલકે એક માસૂમને અડફેટે લીધો હતો. ટ્રકની ટક્કરથી માસૂમ બાળક જમીન પર પટકાયું હતું અને તેને માથા અને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી અને બાળકને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે, બીજી તરફ અકસ્માત સર્જનાર ડ્રાઇવર ટ્રક મૂકીને ફરાર થઈ ગઈ હતો.
આ પણ વાંચો -Rajkot : જાહેરમાં આતંક મચાવનાર ભગવાધારીનાં આશ્રમ પહોંચી Gujarat First ની ટીમ, થયો મોટો ઘટસ્ફોટ
સ્કૂલેથી ઘરે જઈ રહેલા બાળકને ટ્રકે અડફેટે લેતા મોત
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા પોલીસની (Rajkot Police) ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક બાળકની ઓળખ પવન નિશાદ તરીકે થઈ છે. પવન સ્કૂલેથી સાઇકલ પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. માસૂમ બાળકનાં મોતથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી છે.