Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગ્લોર વિરુદ્ધ હારનો બદલો લેવા રાજસ્થાન ઉતરશે મેદાને, જાણો પીચ રિપોર્ટ

આજે IPL 2023 માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ જયપુરના સવાઈ માનસિંહ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ સિઝનમાં બંને વચ્ચે આ બીજો મુકાબલો...
બેંગ્લોર વિરુદ્ધ હારનો બદલો લેવા રાજસ્થાન ઉતરશે મેદાને  જાણો પીચ રિપોર્ટ

આજે IPL 2023 માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ જયપુરના સવાઈ માનસિંહ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ સિઝનમાં બંને વચ્ચે આ બીજો મુકાબલો હશે. બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચમાં RCBનો 7 વિકેટે વિજય થયો હતો. આ સાથે જ રાજસ્થાનની ટીમ પોતાની હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

Advertisement

જાણો IPLમાં કોનું પલડું રહ્યું છે ભારે

Advertisement

રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે IPLમાં અત્યાર સુધી 29 મેચ રમાઈ છે. તેમાંથી RCBએ 14 મેચ જીતી છે અને રાજસ્થાન 12 વખત જીત્યું છે. ત્યાં, 3 મેચ અનિર્ણિત રહી છે. છેલ્લી 5 મેચોની વાત કરીએ તો બેંગ્લોરે ત્રણ મેચ જીતી છે અને રાજસ્થાન રોયલ્સ બે વખત જીત્યું છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3.30 વાગ્યાથી રમાશે, જ્યારે મેચમાં ટોસ મેચના અડધો કલાક પહેલા એટલે કે બપોરે 3 વાગ્યાનો હશે. આ મેચ માટે જયપુર સ્ટેડિયમ ભરચક જોવા મળશે. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. જણાવી દઇએ કે, બેંગલુરુએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 11 મેચમાંથી 5 જીતી છે અને 6 હાર્યા છે. ટીમના 10 પોઈન્ટ છે. તે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. ટીમને છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

આ બંને ખેલાડીઓ પર રહેશે નજર

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં જોરદાર જંગની અપેક્ષા છે. અમે ટીમો વચ્ચેની લડાઈની વાત નથી કરી રહ્યા, પરંતુ અમે બે ખાસ ખેલાડીઓ વચ્ચેની લડાઈની વાત કરી રહ્યા છીએ. વાસ્તવમાં આ રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર ફાફ ડુ પ્લેસિસ વચ્ચેની લડાઈ છે. આ બંને ખેલાડીઓ હાલમાં ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે. જ્યારે ફાફ 11 મેચમાં 576 રન સાથે યાદીમાં સૌથી આગળ છે, જ્યારે જયસ્વાલ 12 મેચમાં 575 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. પ્લેઓફની રેસની સાથે બંને ખેલાડીઓ વચ્ચે ઓરેન્જ કેપની પણ રેસ છે. બંને વચ્ચે માત્ર એક રનનો તફાવત છે.

કેવી છે જયપુરની પીચ?
સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને ખૂબ જ પસંદ આવી રહી છે. અહીં બોલર માટે થોડું મુશ્કેલ છે. આ પીચ પર બીજા ક્રમે બેટિંગ કરનારી ટીમની ધાર વધુ મજબૂત બની છે. આ મેદાન પર છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી જેમાં SRHનો વિજય થયો હતો.

આ પણ વાંચો - 70 ના દાયકાની મજબૂત વેસ્ટ ઈન્ડિઝની ટીમ આજે ક્વોલિફાઈંગ મેચ રમવા મજબૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.