ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajasthan : કિરોડી લાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, CM ભજન લાલને મોકલ્યો પત્ર

રાજસ્થાન (Rajasthan)માં લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ ચાલી રહેલી અટકળોને આખરે સમર્થન મળી ગયું છે. રાજસ્થાન (Rajasthan) BJP ના અગ્રણી નેતા અને ભજન લાલ સરકારમાં કેબિનેટ મંત્રી ડૉ.કિરોડી લાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી...
11:31 AM Jul 04, 2024 IST | Dhruv Parmar

રાજસ્થાન (Rajasthan)માં લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ ચાલી રહેલી અટકળોને આખરે સમર્થન મળી ગયું છે. રાજસ્થાન (Rajasthan) BJP ના અગ્રણી નેતા અને ભજન લાલ સરકારમાં કેબિનેટ મંત્રી ડૉ.કિરોડી લાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ, કિરોડી લાલ મીણાએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે અને પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભજન લાલને પણ મોકલી દીધું છે.

જાણો કિરોડી લાલ મીણા વિશે...

તમને જણાવી દઈએ કે કિરોડી લાલ મીણા રાજ્યસભાના સાંસદ હતા. રાજસ્થાન (Rajasthan) વિધાનસભાની ચૂંટણીમાં તેમને સવાઈ માધોપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેઓ જીત્યા હતા. તમને જણાવી દઈએ કે કિરોડી લાલ મીણા પણ બે વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

મીણા કૃષિ પ્રધાન બન્યા હતા...

રાજસ્થાન (Rajasthan)ની BJP સરકારમાં કિરોડી લાલ મીણાને કૃષિ અને બાગાયત અને ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 માં રાજસ્થાન (Rajasthan)માં BJP ના ખરાબ પ્રદર્શન અને દૌસા બેઠક પરથી BJP ની હાર બાદ કિરોડી લાલ મીણાના રાજીનામાની અટકળો ચાલી રહી હતી.

આ પણ વાંચો : CBI એ ધનબાદમાંથી મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરી, NEET-UG પેપર લીક મામલે મોટી સફળતા…

આ પણ વાંચો : Jodhpur માં ટ્રિપલ મર્ડર, મહિલાની કુહાડીના ઘા મારી હત્યા, 2 માસૂમને પાણીમાં ડૂબાડી દીધા…

આ પણ વાંચો : Hathras Stampede : પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે થયા લોકોના મોત…

Tags :
Bhajan Lal Sharmabreaking newsGujarati NewsIndiaKirodi Lal Meena ministerKirodi Lal Meena rajasthanKirodi Lal Meena resignsNationalRajsthan bjpRajsthan Government
Next Article