Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan Cabinet: BJP અધ્યક્ષ નડ્ડાના ઘરે મહત્ત્વની બેઠક, ગૃહમંત્રી અમિત શાહ સહિત આ નેતાઓ હાજર

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ બીજેપીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા (Bhajanlal Sharma)ની પસંદગી કરીને સૌ કોઈને ચોંકાવ્યા હતા. જ્યારે ડે. સીએમ તરીકે દીયા કુમારી (Diya Kumar) અને પ્રેમચંદ બૈરવાને જવાબદારી સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં રાજસ્થાન...
rajasthan cabinet  bjp અધ્યક્ષ નડ્ડાના ઘરે મહત્ત્વની બેઠક  ગૃહમંત્રી અમિત શાહ સહિત આ નેતાઓ હાજર

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ બીજેપીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા (Bhajanlal Sharma)ની પસંદગી કરીને સૌ કોઈને ચોંકાવ્યા હતા. જ્યારે ડે. સીએમ તરીકે દીયા કુમારી (Diya Kumar) અને પ્રેમચંદ બૈરવાને જવાબદારી સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં રાજસ્થાન સરકારની કેબિનેટની રચનાને લઈને બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઘરે પાર્ટી નેતાઓની બેઠક શરૂ થઈ છે.

Advertisement

ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓ સામેલ

Advertisement

દિલ્હી ખાતે યોજાઈ રહેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah), કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજસ્થાન બીજેપી અધ્યક્ષ સીપી જોશી, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ડે. સીએમ દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા અને અન્ય નેતાઓ સામેલ થયા છે. એવી માહિતી છે કે, આજની બેઠકમાં રાજસ્થાન સરકારની કેબિનેટના મંત્રીઓ અંગે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. બીજેપી દ્વારા રાજ્ય સરકારના મંત્રીમંડળમાં 27 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી શકે છે. નિયમ મુજબ, રાજસ્થાનમાં વધુમાં વધુ 30 મંત્રી હોવા જોઈએ. જો કે, મુખ્યમંત્રી અને બે ડે. સીએમની નિમણૂક કરવામાં આવી ચૂકી છે.

Advertisement

અહેવાલ અનુસાર, હાલ પાર્ટી 20 મંત્રીઓની નિમણૂક કરી શકે છે. મુખ્યમંત્રી અને ડે. સીએમની પસંદગી બાદ આજે દિલ્હી ખાતે કેબિનેટની રચના માટે મહત્ત્વની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ આગામી બે-ત્રણ દિવસમાં કેબિનેટની રચના કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - શું ફરી કહેર વર્તાવશે કોરોના? નવા વેરિયન્ટનો પહેલો કેસ આવતા કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત!

Tags :
Advertisement

.