Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan: દિયરે ભાભી પર નજર બગાડી તો પરિવારે કરી નાખી હત્યા, પોલીસે જણાવી સાચી હકીકત

Rajasthan, Ajmer: અજમેરને નસીરબાદ પાસે આવેલા રાજગઢમાં એક ચોકાવનારી ઘટના બની છે. આ ગામ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છું. અહીં એક યુવકની તેના જ પરિવારે કૃરતાથી હત્યા કરી નાખી છે. મળતી વિગતો પ્રમાણે આરોપીઓએ આ યુવકની કુલ્હાડી મારીને હત્યા...
rajasthan  દિયરે ભાભી પર નજર બગાડી તો પરિવારે કરી નાખી હત્યા  પોલીસે જણાવી સાચી હકીકત

Rajasthan, Ajmer: અજમેરને નસીરબાદ પાસે આવેલા રાજગઢમાં એક ચોકાવનારી ઘટના બની છે. આ ગામ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છું. અહીં એક યુવકની તેના જ પરિવારે કૃરતાથી હત્યા કરી નાખી છે. મળતી વિગતો પ્રમાણે આરોપીઓએ આ યુવકની કુલ્હાડી મારીને હત્યા કરી હતી. યુવકની એવી રીતે હત્યા કરવામાં આવી હતી કે, તેની લાશ જોઈને પોલીસ પણ અચરજ પામી ગઈ હતી. આજે સવારે યુવાનની લોહીથી લથપથ લાશ તેના ઘરમાં પડેલી મળી આવી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશન સિવાય અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Advertisement

યુવકની લાશ જોઈ પોલીસ પણ હેરાન થઈ ગઈ

પોલીસે આ મામલે સામાન્ય તપાસ કરી ત્યારે એવું કારણ સામે આવું કે, યુવકે પોતાના પરિવારની ભાભી પર ખરાબ નજર રાખી હતી. નોંધનીય છે કે, પીડિતાએ આ મામલે એક અઠવાડિયા પહેલા પોલીસ ફરિયાદ નોંધવી હતીં. પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરે તે પહેલા તેના પરિવારજનોએ તેની હત્યા કરી નાખી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે લીધો હતો અને બાદમાં તેને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતીં. Rajasthan પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૃતકનું નામ ભૈરુલાલ હતું અને તેની ઉંમર 40 વર્ષની હતીં. આ યુવક રાજગઢ ગામના માળી વિસ્તારમાં રહેતો હતો. મંગળવારે સવારે ભૈરૂલાલ માળીની લાશ તેમના ઘરના વરંડામાં લોહી લુહાણ હાલતમાં પડેલી મળી આવી હતી. મૃતકના નાના ભાઈ શંકરલાલે તેના કાકાના પુત્ર અને પુત્રવધૂ અને તેના પરિવારના સભ્યો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

Advertisement

મૃતકે પોતાની ભાભીની કરી હતી છેડતીઃ પોલીસ

આ મામલે વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક અઠવાડિયા પહેલા આરોપીઓએ ભૈરૂલાલ સામે ફરિયાદ લખાવી હતીં. મૃતકની ભાભીએ તેના પર છેડતીને આરોપ લગાવ્યો હતો. જેથી મૃતકના પરિવારજનો પણ મૃતકથી ખુબ જ નારાજ હતા. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ભૈનરુલાલ તેના પર ખરાબ નજર રાખતો હતો. તે દરરોજ છેડતી કરવા માટે પણ આવતો હતો. આ અંગે સદર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ પહેલા ભૈનરૂલાલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Uttarakhand માં ભયાનક માર્ગ અકસ્માત, કાર 200 મીટર ખાઈમાં પડતાં 8 લોકોનાં મોત…

આ પણ વાંચો: Terrorist Attack: શ્રીનગરમાં થયો આતંકવાદી હુમલો, ભારતીય સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી

Advertisement
Tags :
Advertisement

.