Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, ભરૂચમાં સ્થિતિ ખરાબ, NDRF ની ટીમે પાણીમાં ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યું

રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અચાનક ત્રાટકેલા તોફાની વરસાદથી ભરૂચમાં સ્થિતિ ખરાબ બની છે. અહીં વરસાદ બાદના દ્રશ્યો ભયાનક છે. ભરૂચમાં સતત વરસાદને કારણે નર્મદા નદીમાં ઉછાળો આવ્યો છે. અહીં નીચાણવાળા વિસ્તારમાં...
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી  ભરૂચમાં સ્થિતિ ખરાબ  ndrf ની ટીમે પાણીમાં ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યું

રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અચાનક ત્રાટકેલા તોફાની વરસાદથી ભરૂચમાં સ્થિતિ ખરાબ બની છે. અહીં વરસાદ બાદના દ્રશ્યો ભયાનક છે. ભરૂચમાં સતત વરસાદને કારણે નર્મદા નદીમાં ઉછાળો આવ્યો છે. અહીં નીચાણવાળા વિસ્તારમાં ઘણા લોકો ફસાયેલા છે. NDRFની ટીમે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દરેકને હોડી દ્વારા કિનારે લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

NDRF ની ટીમે લોકોને જીવના જોખમે બચાવ્યા

ભરૂચમાં નર્મદા નદીમાં પૂરના પગલે NDRF તેમજ SDRFની એક-એક ટુકડીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRF અને SDRFની ટીમ પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે કટિબદ્ધ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચમાં નર્મદા નદીના પાણીમાં અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યા બાદ, NDRF એ પોતાનો જીવ જોખમમાં મૂકી તે લોકોનો જીવ બચાવ્યો હતો.

Advertisement

રાજ્યમાં ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ

Advertisement

ગુજરાતમાં વરસાદને જોતા આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વળી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. મળી રહેલી માહિતી અનુસાર, આગામી 3 કલાક દરમિયાન અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, કચ્છ અને દીવમાં હળવા વરસાદની શક્યતા છે.

ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદનવા કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે ગુજરૈાતના ત્રણ જિલ્લામાં આજે 18 સપ્ટેમ્બરે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં 19 સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20 સપ્ટેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેથી કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું

આ સાથે જ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ડેમમાંથી કુલ 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હજુ પણ તેનું સ્તર વધવાની સંભાવના છે.

આ પણ વાંચો - પાટનગરમાં એક દિવસના વરસાદે તંત્રની ખોલી પોલ, ઘ-4 અંડર પાસમાં ભરાયું પાણી, Video

આ પણ વાંચો - પાણીનો પ્રવાહ વધતા Panam River માં ફસાયેલા લોકોનું જુઓ કેવી રીતે કરાયું રેસ્ક્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.