Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: ભીષણ ગરમી વચ્ચે વલસાડમાં થયો વરસાદ, લોકોને રાહત પરંતુ ખેડૂતો ચિંતામાં...

Valsad Rain News: ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીના ધારી વિસ્તારમાં વરસાદના સમાચાર બાદ અત્યારે વલસાડમાં પણ વરસાદના નોંધાયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો વલસાડ (Valsad ) જિલ્લાના...
valsad  ભીષણ ગરમી વચ્ચે વલસાડમાં થયો વરસાદ  લોકોને રાહત પરંતુ ખેડૂતો ચિંતામાં

Valsad Rain News: ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીના ધારી વિસ્તારમાં વરસાદના સમાચાર બાદ અત્યારે વલસાડમાં પણ વરસાદના નોંધાયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો વલસાડ (Valsad ) જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, અસહ્ય ગરમી બાદ કપરાડા તાલુકામાં વરસાદ (Rain)નું આગમન થયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કપરાડા સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ સાથે વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે.

Advertisement

લોકોને રાહત પરંતુ ખેડૂતોના હાલ થશે બદથી બત્તર

નોંધનીય છે કે, વરસાદ થયા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ કેરીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છેવાયા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે કેરીની સિઝન ચાલી રહીં છે. ખેડૂતો અત્યારે પોતાનો કેરીનો પાક લેવામાં વ્યસ્ત છે. આ વચ્ચે વરસાદ આવતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી છે. જોકે, ઘણા સમયથી રાજ્યમાં ભીષણ ગરમી પડી રહીં હતી. જેના કારણે કે, ઘણા લોકો બીમાર પણ થઈ રહ્યા હતા. તેથી વરસાદ થતા વલસાડના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

લોકોને ગરમીથી રાહત આપવા માટે મેઘરાજાની સવારી આવી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમરેલીના ધારીમાં લોકોને ગરમીથી રાહત આપવા માટે મેઘરાજાની સવારી આવી છે અને અમરેલીમાં ધારી ગીરના વીરપુર, ગઢીયા ચાવંડ, ઈંગોરાળા, માધુપૂરમાં વરસાદની પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણ કે, ગરમીથી આંશિક રાહત મળતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે, હજી પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહીં છે.  અમરેલીમાં વરસાદ થતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે.

Advertisement

આ પણ વાંચો: AMRELI જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

આ પણ વાંચો: Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો: Lok Sabha Election 2024: મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Tags :
Advertisement

.