Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GT vs KKR: વરસાદે ગુજરાત ટાઇટન્સનું સપનું ધોયું, GT નિરાશા સાથે પ્લેઓફમાંથી બહાર

GT vs KKR, IPL 2024: આજનો દિવસ ગુજરાત ટાઇટન્સ માટે ભારે નિરાશાજનક રહ્યો છે. કારણ કે, 2024માં IPLની ટ્રોફી જીતવાનું સપનું અધુરૂ રહીં ગયું છે. નોંધનીય છે કે, આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અમદાવાદ ખાતે મેચ રમાવાની...
11:51 PM May 13, 2024 IST | VIMAL PRAJAPATI
GT vs KKR, IPL 2024

GT vs KKR, IPL 2024: આજનો દિવસ ગુજરાત ટાઇટન્સ માટે ભારે નિરાશાજનક રહ્યો છે. કારણ કે, 2024માં IPLની ટ્રોફી જીતવાનું સપનું અધુરૂ રહીં ગયું છે. નોંધનીય છે કે, આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અમદાવાદ ખાતે મેચ રમાવાની હતી, જો કે, વરસાદના પગલે મેચને રદ કરી દેવામાં આવી છે. જેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ભૂતપૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના ચાહકો માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે.

ટોસ વિના મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. તમને જણાવી દઇએ કે, ટોસ વિના મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વરસાદને કારણે મેચને રદ કર્યા પછી ગુજરાતને કોલકાતા સાથે પોઈન્ટ શેર કરવા પડ્યા છે, જેથી ગુજરાતની પ્લેઓફની આશાઓ સંપૂર્ણપણે નાશ પામી ગઈ અને પ્લેઓફમાંથી બહાર નીકળું પડ્યું છે. જેથી ગુજરાતના ચાહકોમાં આજે નિરાશા છવાઈ ગઈ છે. તમને જણાવી દઇએ કે, ગુજરાત સામેની મેચ રદ થવાને કારણે 1 પોઈન્ટ મેળવ્યા બાદ કોલકાતાની ટીમ ટોપ પર 2માં સ્થાન પહોંચી ગઈ છે. જેથી કોલકાતાની ટીમ ચોક્કસપણે પ્લેઓફ ક્વોલિફાયર રમશે. ક્વોલિફાયરમાં રમનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે છે. જો ટીમ ક્વોલિફાયરમાં હારી જાય છે, તો તેને એલિમિનેટરમાં વિજેતા ટીમ સાથે રમવાની તક આપવામાં આવે છે. જે જીતીને ટીમને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે.

લોકો આજની મેચ જોવા માટે લોકો ખુબ ઉત્સાહીત હતા

નોંધનીય છે કે, ચાહકોની નજર ગુજરાત ટાઇટન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ પર ટકેલી હતી. લોકો આજની મેચ જોવા માટે ખુબ જ ઉત્સાહીત પણ જોવા મળ્યા હતા. જોકે, મેચ રદ થતા કોલકાતા નાઈટ રાઈડર્સના ચાહકોમાં ખુશીઓ છવાઈ ગઈ હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સના ચાહકોને નિરાશા મળી છે. વરસાદના કારણે સોમવારે રમાયેલી મેચ એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ પણ થઈ શકી ન હતી. ગુજરાતને કોઈપણ ભોગે 2 પોઈન્ટની જરૂર હતી પરંતુ મેચ રદ્દ થવાને કારણે બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટની વહેંચણી થઈ હતી.

ગુજરાત, મુંબઈ અને પંજાબ પણ પ્લેઓફમાંથી બહાર

IPL 2024 પ્લેઓફની રેસમાંથી બહાર રહી ગયેલી ટીમોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પહેલાથી જ ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં જવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથેની મેચ રદ્દ થવાને કારણે ગુજરાત ટાઈટન્સ પણ બહાર થઈ ગઈ હતી. હવે આગામી મેચ જીત્યા બાદ પણ શુભમન ગિલની ટીમ માત્ર 13 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. તેને આગળ લઈ જવા માટે આ પૂરતું નહીં હોય.

આ પણ વાંચો: વરસાદના કારણે GT vs KKR ની મેચમાં પડ્યો ખલેલ, ગુજરાત ટાઈટન્સના માથે શંકાના વાદળ!

આ પણ વાંચો:  IPL 2024 : Playoffs ની રેસમાંથી બહાર થઇ શકે છે CSK, જાણો કેવી રીતે

Tags :
GT vs KKRGT vs KKR LIVEGT vs KKR MatchGT vs KKR Score UpdateGujarat TitansGujarat Titans MatchGujarat Titans NewsIPL 2024IPL 2024 GT vs KKR MatchIPL 2024 NewsSports NewsTATA IPL 2024Vimal Prajapati
Next Article