ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ પાણી પાણી...! શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહીં અનેક વિસ્તારોમાં મેઘો ખૂબ વરસ્યો છે. શહેરમાં સરેરાશ 19.91 MM વરસાદ નોંધાયો છે. શહેરના પૂર્વ ઝોનમાં 24.50 MM વરસાદ,...
01:47 PM Jun 29, 2023 IST | Hardik Shah

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહીં અનેક વિસ્તારોમાં મેઘો ખૂબ વરસ્યો છે. શહેરમાં સરેરાશ 19.91 MM વરસાદ નોંધાયો છે. શહેરના પૂર્વ ઝોનમાં 24.50 MM વરસાદ, પશ્ચિમ ઝોનમાં 25.50 MM, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 12.63 MM, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 MM, મધ્ય ઝોનમાં 20.25 MM, ઉત્તર ઝોનમાં 47 MM, દક્ષિણ ઝોનમાં 2.25 MM વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદના ઘાટલોડિયામાં ઠીંચણસમા પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. અહીં વાહન ચાલકોને રસ્તા પર પાણી ભરાઈ જતા અવર-જવરમાં તકલીફો પડી રહી છે. અહીં બાળકો જાણે સ્વીમિંગપુલ બન્યો હોય તેમ વરસાદી પાણીમાં મજા લેતા જોવા મળી રહ્યા છે. ચાણક્યપુરી સિનિયર સિટિજન પાર્ક પાસે પણ પાણી ભરાયા જોવા મળ્યા છે. અહીં રસ્તા પર વરસાદી પાણી એટલું જોવા મળી રહ્યું છે કે કારની આગળનું બમ્પર ડુબી જાય. વળી અહીં સર્કલ પર પાણી નીકાલની કોઈ જ વ્યવસ્થા નથી. મળતી માહિતી અનુસાર, ૩ કલાક સુધી પાણી ન ઓસરે તેવી પરિસ્થિતિ અહીં ઉભી થઇ છે.

રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં નોંધાયો વરસાદ

રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ ખાબક્યો છે. હવામાન ખાતામાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે 29મી જૂનના સવારે 6.00 કલાક સુઘીમાં 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ, સુરત કામરેજમાં 5.96 વરસાદ , નવસારી, ખેરગામ, સુરતના પલસાણા, ધરમપુર, વાપી, ઉમરગામમાં પાંચ ઇંચથી વધારે તાપીના વ્યારા, કોડીનાર, કુતિયાણા, માંડવી, વિસાવદર, કેશોદ, વાલોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ચીખલી, સોનગઠ, વાડીઆ, ડોલવણ, જૂનાગઢ, કપરાડા, ખંભાળિયા, મહુવા, સરસ્વતી, બારડોલી, વાસંદા, ઉપલેટામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘો વરસ્યો છે. આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે અને આવતી કાલે એટલે કે, 29 અને 30 જૂને રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ડાંગ, વલસાડ, સુરત, તાપી, દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં આગામી 2 દિવસ ભારે વરસાદ રહશે. વળી 1 જુલાઈથી વરસાદની ગતી ધીમી પડશે.

આ પણ વાંચો - દક્ષિણ ગુજરાતમાં મેઘાનું રૌદ્ર સ્વરુપ, સાનિયા હેમાદ ગામમાં ખાડીનું પાણી ઘુસ્યુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad rainahmedabad weathergujarat raingujarat rain forecastgujarat rain newsgujarat rain news todayheavy rainRain
Next Article