Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યોમાં ફરી વાતાવરણમાં આવશે પલટો, જુઓ હવામાન વિભાગની આગાહી

અગનભઠ્ઠીમાં ગુજરાતીઓ શેકાવા તૈયાર રહે. હવામાન વિભાગે બે દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે અને ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કચ્છમાં બે દિવસ હીટ વેવની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે...
રાજ્યોમાં ફરી વાતાવરણમાં આવશે પલટો  જુઓ હવામાન વિભાગની આગાહી

અગનભઠ્ઠીમાં ગુજરાતીઓ શેકાવા તૈયાર રહે. હવામાન વિભાગે બે દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે અને ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કચ્છમાં બે દિવસ હીટ વેવની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. રવિવારે રાજ્યના ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે ભૂજમાં 40.3, રાજકોટમાં 40.5, સુરેંદ્રનગરમાં 40.3 અને અમદાવાદમાં 39.8 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો.

Advertisement

ગરમીના પ્રકોપ વચ્ચે બે દિવસ બાદ ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બસ સક્રિય થવાના કારણે 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 26 એપ્રિલે અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પડશે કમોસમી વરસાદ. તો 27 એપ્રિલે ભાવનગર,બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

આ રાજ્યોમાં આવતા અઠવાડિયે વરસાદ પડશે
IMD બુલેટિન અનુસાર, રવિવાર અને મંગળવારે અનુક્રમે ઉત્તર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આ સિવાય રવિવાર અને સોમવારે ઓડિશામાં કરા પડવાની સંભાવના છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ત્યાં જ સોમવારે બિહારમાં કરા પડવાની સંભાવના છે.

Advertisement

IMD એ આગામી બે દિવસમાં ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં ગાજવીજ, વીજળી, તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી અને કહ્યું હતું કે તે પછી ધીમે ધીમે ઘટશે. રવિવારે આસામ અને મેઘાલય રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢના પૂર્વ ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટોછવાયો વરસાદ પડશે. આ ઉપરાંત સોમવાર સુધી છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આગામી બે દિવસમાં કરા પડી શકે છે.

Advertisement

બીજી તરફ જો દરિયાકાંઠાના રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, યનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને માહેમાં સોમવાર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. આવતીકાલે કોસ્ટલ આંધ્ર, યાનમ, તેલંગાણામાં પણ કરા પડવાની સંભાવના છે.

IMD એ જણાવ્યું કે આ વિસ્તારોના ભાગો, બાકીના આંધ્રપ્રદેશ અને તેલંગાણા, આંતરિક કર્ણાટક સહિતના અન્ય રાજ્યોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતના બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પ્રદેશોમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા, છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં બુધવાર અને ગુરુવારે હળવો અને છુટો છવાયો વરસાદ પડે તેવી શકયતા છે. જેથી ધોમ ધખતા ઉનાળામાં ગરમીમાં સેકાતા ગુજરાતીઓને વરસાદમાંથી મોટી રાહત મળે તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાન સિવાય સમગ્ર વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આપણ  વાંચો- અમરેલીના ધારીમાં મેગા ડિમોલીશન,2 JCB સાથે 100 શ્રમિક કામે લાગ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.