Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain Alert : ઉત્તર ભારતમાં વરસાદથી પારો ઘટ્યો, આ રાજ્યોમાં ચેતવણી અપાઈ

Rain Alert : છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો હતો જેના કારણે જનતા ત્રાહીમામ પોકારી રહી હતી. હવે તેમને થોડી રાહત મળવા જઇ રહી છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં...
rain alert   ઉત્તર ભારતમાં વરસાદથી પારો ઘટ્યો  આ રાજ્યોમાં ચેતવણી અપાઈ
Advertisement

Rain Alert : છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો હતો જેના કારણે જનતા ત્રાહીમામ પોકારી રહી હતી. હવે તેમને થોડી રાહત મળવા જઇ રહી છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં આજે શુક્રવારે હળવા વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. હવામાન વિભાગે પહેલાથી જ આગાહી કરી હતી કે 20 અને 21 જૂને NCRના હવામાનમાં ફેરફારને કારણે, તેજ પવન અને ઝરમર વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આગામી 3-4 દિવસમાં દરમિયાન, કેરળ, દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવામાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઓછામાં ઓછા 20 રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

Advertisement

દિલ્હી-NCR માં લોકોને મળી ગરમીથી રાહત

આજે પડેલા વરસાદને કારણે દુકાનદારો, કેબ, ઓટો, રિક્ષાચાલકો અને અન્ય જેઓ તેમનો મોટાભાગનો સમય રસ્તાઓ પર વિતાવે છે તેમને પણ હવામાનમાં ફેરફારથી રાહત મળી છે. IMDએ આજે શુક્રવારે ભારે પવન અને વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. 22મી જૂને પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જૂને પણ હવામાન આવું જ રહેશે. આ પછી 24 અને 25 જૂનથી તાપમાનમાં ફરી વધારો થવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ત્યાર બાદ ફરીથી તાપમાનમાં ઘટાડાથી લોકોને રાહત મળશે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદની અસર દિલ્હી-NCRમાં પણ જોવા મળશે. NCRમાં 30 જૂન પછી ચોમાસું આવવાની આગાહી છે. આ પછી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે.

Advertisement

Advertisement

આ રાજ્યોમાં પડ્યો ભારેથી અતિભારે વરસાદ થયો

છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો, દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઓડિશામાં હીટવેવની સ્થિતિ હતી, જ્યારે પશ્ચિમ રાજસ્થાન, દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, અરુણાચલ પ્રદેશ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, ઝારખંડના ભાગોમાં પહોંચી ગયું છે. આગામી 3થી 4 દિવસમાં ચોમાસું ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારોમાં પહોંચવાનું છે.

કયા રાજ્યોમાં ચેતવણી જારી કરવામાં આવી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ હિમાલયન પશ્ચિમ બંગાળમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવાના છે. આ ઉપરાંત ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે. વળી, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ, આંધી અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં પણ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે. આ સિવાય જો ઉત્તર ભારતની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા

આ વખતે દિલ્હી-એનસીઆરમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને કેટલીક જગ્યાએ મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું. વળી, દિલ્હીમાં જળ સંકટ ચાલુ છે, જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં પાવર કટ લોકો માટે મુશ્કેલીનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો - ઉત્તર ભારત ગરમીથી ત્રાહીમામ, બચવા શું કરવું અને શું ન કરવું?

આ પણ વાંચો - SIKKIM માં ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવી તબાહી, 1500 થી વધુ પ્રવાસીઓ ફસાયા

Tags :
Advertisement

Trending News

.

×