રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અપાવી સંવિધાનની યાદ, કહ્યું- કરીશું સહયોગ પણ...
Rahul Gandhi Congratulate Om Birla : લોકસભાના સ્પીકર (Speaker of the Lok Sabha) તરીકે એકવાર ફરી ઓમ બિરલા (Om Birla) ની પસંદગી કરવામાં આવી છે. આજે તેઓ લોકસભામાં ધ્વનિમત (Voice Vote) થી સ્પીકર (Speaker) તરીકે ચૂંટાયા હતા. આ સાથે જ વિપક્ષના ઉમેદવાર કે. સુરેશ (K. Suresh) ને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઓમ બિરલાના સ્પીકર બન્યા બાદ વડાપ્રધાન મોદી (PM Modi) અને વિપક્ષના નેતા તરીકે ચુટાયેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ તેમને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઓમ બિરલાને બેઠક પર લઈ ગયા અને તેમને કાર્યભાર ગ્રહણ કરાવ્યો.
વિપક્ષની તાકાત વધુ મજબૂત : Rahul Gandhi
અધ્યક્ષ પદની ચૂંટણીમાં જીત બાદ ઓમ બિરલાને ખુરશી પર બેસાડવામાં આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું કે તમારી સ્મિત દિલાસો આપે છે. તેમણે કહ્યું કે, તમારો છેલ્લો કાર્યકાળ સુવર્ણ હતો અને અમને આશા છે કે આ વખતે પણ તમે એ જ રીતે નેતૃત્વ કરતા રહેશો. તેમના પછી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો વારો હતો, જેમણે સ્પીકર ઓમ બિરલાને અભિનંદન આપ્યા અને સંસદની કાર્યવાહી ચલાવવામાં સહયોગનું વચન પણ આપ્યું. આ સાથે તેમણે સ્પીકર ઓમ બિરલાને પણ બંધારણ વિશે યાદ કરાવ્યું હતું. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું, 'સરકાર પાસે રાજકીય શક્તિ છે, પરંતુ વિપક્ષ પાસે પણ ભારતનો અવાજ છે. ગત ચૂંટણી કરતા આ વખતે વિપક્ષની તાકાત વધુ મજબૂત છે. વિપક્ષ ઈચ્છે છે કે અમે તમને ગૃહ ચલાવવામાં સહયોગ કરીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગૃહ કેવી રીતે ચાલે છે તે મહત્વનું નથી. દેશનો અવાજ કેવી રીતે ઉઠાવવામાં આવે છે તે મહત્વનું છે. આ ચૂંટણીએ બતાવ્યું છે કે ભારતના લોકો બંધારણની રક્ષા કરવા માંગે છે. અમને ખાતરી છે કે વિપક્ષને તમારા વતી બોલવાની તક આપીને બંધારણનું રક્ષણ કરવામાં આવશે.
ગૃહને ચલાવવામાં સંપૂર્ણ સહકાર આપીશું : Rahul Gandhi
રાહુલ ગાંધી પછી અખિલેશ યાદવનો વારો હતો. તેમણે કહ્યું કે તમારું નિયંત્રણ સત્તાધારી પક્ષ પર પણ હોવું જોઈએ. દરેકને બોલવાની સમાન તક મળવી જોઈએ. અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે આ નવું ગૃહ છે અને અમને આશા હતી કે તમારી ખુરશી ઘણી ઊંચી હશે, પરંતુ એવું નથી. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે ગૃહને ચલાવવામાં સંપૂર્ણ સહકાર આપીશું. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને 37 સીટો મળી છે. તે ભાજપ અને કોંગ્રેસ પછી લોકસભામાં દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.
આ પણ વાંચો - Lok Sabha Speaker : ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા
આ પણ વાંચો - Lok Sabha Speaker : મમતા અને જગન મોહન બાજી બગાડશે…?