Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધીએ કર્યો સ્મૃતિ ઈરાનીનો બચાવ, કહ્યું - હાર જીત તો થતી રહેશે પણ...

Rahul Gandhi on Smriti Irani : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા (Leader of Opposition in Lok Sabha and Congress leader) રાહુલ ગાંધીએ ભાજપના અમેઠીથી પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની (Former BJP MP from Amethi Smriti Irani) પર સતત કરવામાં આવી...
રાહુલ ગાંધીએ કર્યો સ્મૃતિ ઈરાનીનો બચાવ  કહ્યું   હાર જીત તો થતી રહેશે પણ

Rahul Gandhi on Smriti Irani : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા (Leader of Opposition in Lok Sabha and Congress leader) રાહુલ ગાંધીએ ભાજપના અમેઠીથી પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની (Former BJP MP from Amethi Smriti Irani) પર સતત કરવામાં આવી રહેલી અભદ્ર ટિપ્પણી (Vulgar Comments) કરનારાઓને અપીલ કરી છે. જ્યારથી અમેઠીમાં સ્મૃતિ ઈરાની (Smriti Irani) ની હાર થઇ છે ત્યારથી તેમને સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ નિશાન બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સતત ઈરાની પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેના પર રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને આવું ન કરવા જણાવ્યું હતું.

Advertisement

સ્મૃતિ ઈરાનાના સમર્થનમાં રાહુલ ગાંધીનું ટ્વીટ

અમેઠીમાં ખરાબ રીતે હાર્યા બાદ ભાજપના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી હતી. જેને લઇને હવે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને સલાહ આપી છે અને આવું ન કરવા કહ્યું છે. તેમણે X પર લખ્યું, "જીવનમાં જીત અને હાર થતી રહેશે. હું દરેકને વિનંતી કરું છું કે સ્મૃતિ ઈરાની જી અથવા અન્ય કોઈ નેતા વિરુદ્ધ કોઈ અપમાનજનક અથવા અભદ્ર ટિપ્પણી ન કરો. લોકોને નીચા બતાવવું અને અપમાન કરવું તે નબળા લોકોની નિશાની છે તાકતની નહીં."

Advertisement

સતત અભદ્ર ભાષાનો ઉપયોગ

ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠી લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા, ત્યાર બાદ તેઓ સતત કોંગ્રેસના નિશાના પર છે. હવે જ્યારે અમેઠીમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો ત્યારે કોંગ્રેસના નેતાઓના આ શબ્દોના તીર વધુ તેજ થઈ ગયા. કોંગ્રેસના નેતાઓએ તેમને અહંકારી કહ્યા હતા. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પોતાના શબ્દોની મર્યાદા તોડીને ચૂંટણી દરમિયાન ઈરાનીને માનસિક રીતે અસ્વસ્થ પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સ્મૃતિ ઈરાનીજીની માનસિક તબિયત સારી નથી દેખાતી, હું મોદીજીને અપીલ કરીશ કે તેમની માનસિક સારવાર વહેલી તકે કરાવવામાં આવે.

બંને તરફથી શબ્દોના બાણ છોડવામાં આવ્યા

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા સ્મૃતિ ઈરાનીને પોતાની જીતનો પૂરો વિશ્વાસ હતો. જ્યારે રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું ત્યારે પણ આખી ભાજપ એમ માનવા લાગી હતી કે તેઓ આ સીટ જીતી ગયા છે, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે ઈરાની આ સીટ હારી ગયા હતા. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે મને આટલો પ્રેમ આપવા બદલ હું વિસ્તારના લોકોનો આભાર માનું છું. હાર બાદ જ્યારે ઈરાનીને પૂછવામાં આવ્યું કે શું તે તેમણે ખરીદેલું ઘર વેચશે તો તેમણે કહ્યું કે તે હવે અમેઠીથી ક્યાંય જશે નહીં. ઉલ્લેખનીય છે કે, હાર બાદ કોંગ્રેસના નેતાઓએ સતત ઈરાની પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જો કે બંને તરફથી શબ્દોના બાણ છોડવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Pooja Khedkar : દિકરી એક નંબરી, માતા 10 નંબરી, પૂજા ખેડકરની માતાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો - Martyr captain anshuman singh Wife: સ્મૃતિ સિંહ શહીદ કેપ્ટનના માતા-પિતાને છોડીને જતી રહી પિયર!

Tags :
Advertisement

.