Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: સૈયદપુરા વિસ્તારમાં ‘વરીયાવી બજાર ચા રાજા’ ના પંડાલમાં પથ્થરમારા મામલે ઝડપી કાર્યવાહી, 28 આરોપીઓ ઝડપાયા

‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે મહત્વના સમાચાર સુરત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા કોમી રામખાણ ફેલાય તે પહેલા સુરત પોલીસે ઘટના પર કાબુ મેળવ્યો Surat: સૈયદપુરા વિસ્તારના ‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે...
surat  સૈયદપુરા વિસ્તારમાં ‘વરીયાવી બજાર ચા રાજા’ ના પંડાલમાં પથ્થરમારા મામલે ઝડપી કાર્યવાહી  28 આરોપીઓ ઝડપાયા
  1. ‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે મહત્વના સમાચાર
  2. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા
  3. કોમી રામખાણ ફેલાય તે પહેલા સુરત પોલીસે ઘટના પર કાબુ મેળવ્યો

Surat: સૈયદપુરા વિસ્તારના ‘વરીયાવી બજાર ચા રાજા’ના પંડાલમાં પથ્થરમારા અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતા અને તેના પ્રતિક્રિયા તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે સુરત પોલીસ અને સરકારના અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભર્યા હતા અને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.

Advertisement

આ પણ વાંચો: Gujarat ACB : સવા કલાકમાં કેન્દ્ર સરકારના ત્રણ અધિકારી લાખોના લાંચ કેસ સપડાયા

સૂર્યોદય પહેલાં આરોપીઓને જેલમાં કરવાના હતા આદેશ

નોંધનીય છે કે, ગણતરીના કલાકોમાં સુરત પોલીસે 28 જેટલા આરોપીઓને ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ કાર્યવાહી ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાઓના સ્થળે પહોંચ્યા હતા અને પથ્થરમારા કરવામાં આવેલા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસને સૂચના આપી હતી. તેમણે સુરત પોલીસને સૂર્યોદય પહેલાં આરોપીઓને જેલમાં મોકલવાના આદેશો આપી દીધા હતાં.

Advertisement

આ પણ વાંચો: Surat: પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એકશનમાં, ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Advertisement

ગૃહ રાજ્યમંત્રી અને સુરત પોલીસની કામગીરીના પણ વખાણ કર્યા

આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી પરિસ્થિતિને કાબુમાં લઈને કોમી રમખાણ ફેલાય તે પહેલાં ચોકસાઈથી પ્રતિસાદ આપ્યો હતો.. સુરત પોલીસના ઝડપી અને કાર્યક્ષમ પ્રતિસાદને કારણે વિસ્તારમાં શાંતિ પૂર્ણ પરિસ્થિતિ જાળવવામાં આવી છે. આજે સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય અરવિંદ રાણા પંડાલમાં આરતી કરવા માટે પહોંચ્યા. તેમણે ગણપતિજીની આરતી કરીને, આયોજકો સાથે ચર્ચા-વિચારણા કરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સુરત પોલીસની કામગીરી માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: Surat Stone Pelting : મેયર, પો. કમિશનર સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક, સૈયદપુરામાં દબાણો દૂર કરાયાં

Tags :
Advertisement

.