ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાંનો પર્દાફાશ

Rajkot : ફરી એકવાર રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાંનો પર્દાફાશ થયો છે. રાજકોટ ( Rajkot ) માંથી નકલી બિયારણનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ઇડરથી નકલી બિયારણ લવાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ પોલીસે સમગ્ર કૌંભાડની ઉંડી તપાસ શરુ કરી...
01:23 PM May 21, 2024 IST | Vipul Pandya
duplicate seeds

Rajkot : ફરી એકવાર રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાંનો પર્દાફાશ થયો છે. રાજકોટ ( Rajkot ) માંથી નકલી બિયારણનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ઇડરથી નકલી બિયારણ લવાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ પોલીસે સમગ્ર કૌંભાડની ઉંડી તપાસ શરુ કરી છે.

નકલી બિયારણ સહિત 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રૂરલ SOGના ઓપરેશનમાં નકલી બિયારણના વેપલાનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે કપાસના નકલી બિયારણની 405 બેગ જપ્ત કરી છે. પોલીસે નકલી બિયારણ સહિત 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેને શાપર વેરાવળ પોલીસને સોંપી વધુ તપાસ શરુ કરી છે.

ઇડરથી આ નકલી બિયારણ આવતું હોવાનું ખુલ્યું

તપાસમાં સાબરકાંઠા જિલ્લાના ઇડરથી આ નકલી બિયારણ આવતું હોવાનું ખુલ્યું છે અને ભૂમિક ભાલિયા નામનો શખ્સ નકલીના વેપલાનો મુખ્ય ષડયંત્રકાર હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળતાં તે દિશામાં તપાસ શરુ કરાઇ છે.

કડક કાર્યવાહી કરીને તંત્ર દાખલો બેસાડશે ?

જગતના તાત સાથે જ આવા પ્રકારની છેતરપિંડી થઇ રહી છે. કેટલાક તત્વો નજીવી કમાણી માટે ખેડૂતોના પીઠ પાછળ ખંજર ભોંકી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આવા નકલચી તત્વોને આખરે કોનું પીઠબળ છે ? અને કોની રહેમરાહે ચાલે છે નકલી બિયારણની ફેક્ટરીઓ? શું નકલબાજો સામે કડક કાર્યવાહી કરીને તંત્ર દાખલો બેસાડશે ? અને શું નકલી બિયારણના ધંધામાં મોટા માથાઓની પણ સંડોવણી છે ? તેવા સવાલો પુછાઇ રહ્યા છે.

ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ શું કહ્યું

ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ મામલે કહ્યું કે ખેડૂતો બિલ સાથે જ બિયારણ ખરીદે તે જરુરી છે અને આવું ખોટું કરનારાઓ સામે કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે રોજ નવા નવા પેકિંગમાં બિયારણ મળે છે. ખોટું કરનારાઓ સામે કડક કાર્યવાહીની જરુર છે.

આ પણ વાંચો----- GSSSB EXAM : ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષા મુદ્દે સચિવ હસમુખ પટેલે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો---- Mehsana : ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ

 

Tags :
Cotton Seedduplicate seedsFarmersGujaratGujarat FirstIdarRAJKOTrajkot policeScam
Next Article