ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel-Hamas war : હમાસના નેતાઓને મોટો ફટકો...

કતારે અમેરિકાની વિનંતીને પગલે હમાસના નેતાઓને દેશ છોડવા માટે કહ્યું હમાસના ઘણા મોટા નેતાઓ કતારની રાજધાની દોહામાં રહે છે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ થાય તે યુએસ પ્રમુખ જો બાઇડેન માટે ટોચની પ્રાથમિકતા Israel-Hamas war વચ્ચે હમાસના નેતાઓને મોટો...
08:10 AM Nov 09, 2024 IST | Vipul Pandya
Israel-Hamas war

Israel-Hamas war વચ્ચે હમાસના નેતાઓને મોટો ફટકો પડ્યો છે. કતારે હાલમાં જ અમેરિકાની વિનંતીને પગલે હમાસના નેતાઓને દેશ છોડવા માટે કહ્યું છે. હમાસના ઘણા મોટા નેતાઓ કતારની રાજધાની દોહામાં રહે છે.

કતારે લગભગ એક અઠવાડિયા પહેલા હમાસને દેશ છોડવા કહ્યું

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ થાય તે યુએસ પ્રમુખ જો બાઇડેન માટે ટોચની પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં, અમેરિકન અધિકારીઓએ લગભગ બે અઠવાડિયા પહેલા તેમના કતારના સમકક્ષોને જાણ કરી હતી કે તેઓએ હમાસના નેતાઓને તેમની રાજધાનીમાં આશ્રય આપવાનું બંધ કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કતાર હવે આ માટે સહમત થઈ ગયું છે. કતારે લગભગ એક અઠવાડિયા પહેલા હમાસને દેશ છોડવા કહ્યું હતું.

આ પણ વાંચો---US Department of Justice : નો ગંભીર આરોપ..ટ્રમ્પને 7 દિવસમાં મારી નાખવાનું કાવતરું હતું

વરિષ્ઠ વહીવટી અધિકારીએ માહિતી આપી હતી

સીએનએનના અહેવાલ મુજબ, વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "હમાસ એક આતંકવાદી જૂથ છે, જેણે અમેરિકન નાગરિકોની હત્યા કરી છે અને તેમને બંધક બનાવ્યા છે. આ સિવાય તેણે બંધકોને મુક્ત કરવાના પ્રસ્તાવને પણ વારંવાર ફગાવી દીધો છે. તેવામાં હમાસના નેતાઓને હવે કોઇ પણ અમેરિકાના ભાગીદારે તેમની રાજધાનીમાં સ્વાગત ના કરવું જોઇએ ."

આ પણ વાંચો----ગાઝા પર ઈઝરાયેલનો વધુ એક ખતરનાક હુમલો, 38ના મોત

Tags :
A ceasefire between Hamas and IsraeldohaHamasHamas leadersIsrael Hamas warQatarUSUS President Joe BidenUSA
Next Article