Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાડીમાં સજ્જ દુલ્હન બની PV sindhu,જુઓ પ્રથમ તસવીર

બેડમિન્ટન સ્ટાર બની દુલ્હન ભારતની સ્ટાર બેડમિન્ટન કર્યા લગ્ન ઉદયપુરમાં ધામધૂમથી થયા લગ્ન બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે કર્યા લગ્ન   PV Sindhu wedding:ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ(PV Sindhu)ના લગ્ન થઇ ગયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી...
સાડીમાં સજ્જ દુલ્હન બની pv sindhu જુઓ પ્રથમ તસવીર
Advertisement
  • બેડમિન્ટન સ્ટાર બની દુલ્હન
  • ભારતની સ્ટાર બેડમિન્ટન કર્યા લગ્ન
  • ઉદયપુરમાં ધામધૂમથી થયા લગ્ન
  • બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે કર્યા લગ્ન

PV Sindhu wedding:ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ(PV Sindhu)ના લગ્ન થઇ ગયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા છે. પી.વી સિંધુએ બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ (venkata datta sai)સાથે સાત ફેરા લીધા. પીવી સિંધુ અને વેંકટના લગ્નની પ્રથમ તસવીર પણ સામે આવી છે. આમાં બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો બંનેને તેમના લગ્ન માટે શુભેચ્છાઓ અને અભિનંદન આપી રહ્યા છે.

Advertisement

સિંધુ-વેંકટના લગ્નની પહેલી તસવીર

ઉલ્લેખનીય છે કે સિંધુ (pv sindhu)અને વેંકટ 22 ડિસેમ્બરે લગ્ન કરી રહ્યા છે. લગ્ન સમારોહને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો હતો.. સિંધુએ હજુ સુધી પોતાના લગ્નના ફોટા શેર કર્યા નથી. જો કે આ લગ્નમાં સામેલ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે બંનેના લગ્નની તસવીર શેર કરી છે. તેમણે નવપરિણીત યુગલના લગ્નનો ફોટો શેર કરતા તેણે તેના પર લખ્યું કે ગઈકાલે સાંજે ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે અમારી બેડમિન્ટન ચેમ્પિયન ઓલિમ્પિયન પીવી સિંધુના લગ્ન સમારોહમાં હાજરી આપીને આનંદ થયો અને હું દંપતીને તેમના નવા જીવન માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવું છું. તેમ ટ્વિટ કરતા જણાવ્યું હતુ.

Advertisement

આ પણ  વાંચો -T20 ઈન્ટરનેશનલમાં 2024ની સર્વશ્રેષ્ઠ ઈલેવન, ભારતના બે અને પાકિસ્તાનના એક ખેલાડીનો સમાવેશ

ગજેન્દ્રસિંહ શેખાવતે શેર કરી તસવીર

જે તસવીર સામે આવી છે તેમાં સિંધુ અને વેંકટ બેઠા છે. જ્યારે ગજેન્દ્ર સિંહ તેમને આશીર્વાદ આપી રહ્યા છે. આસપાસ મહેમાનો જોવા મળી રહ્યા છે. સિંધુએ તેના લગ્ન માટે ગોલ્ડન ક્રીમ રંગની સાડી પસંદ પહેરી છે. ભારે ઘરેણા પણ પહેરેલા જોવા મળે છે. જોકે સિંધુએ લગ્નના ઘણા કલાકો બાદ પણ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી નથી. ચાહકો તેની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ  વાંચો -IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે 2 ફેરફાર, આ ખેલાડી થઈ શકે છે બહાર

કોણ છે પીવી સિંધુના પતિ વેંકટ દત્તા સાઈ?

પીવી સિંધુના પતિ વેંકટ દત્તા સાઈ (venkata datta)હૈદરાબાદમાં રહે છે અને પોસિડેક્સ ટેક્નોલોજીમાં વરિષ્ઠ પદ પર કામ કરે છે. તેમનો અનુભવ ફાયનાન્સ, ડેટા સાયન્સ અને એસેટ મેનેજમેન્ટનો છે. તેમના અને પીવી સિંધુના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે અને લોકો તેમના વિશે જાણવામાં રસ લઈ રહ્યા છે.

આ પણ  વાંચો -ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ

24મી ડિસેમ્બરે ભવ્ય રિસેપ્શન યોજાશે

ઉલ્લેખનીય છે કે ગજેન્દ્ર સિંહ શેખાવત ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સિંધુને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. સિંધુ અને આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઈના લગ્ન ઉદયપુરના લેક સિટીની મધ્યમાં આવેલી હોટેલ રાફેલ્સમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્નમાં માત્ર નજીકના અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે આ કપલ 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં રમત જગત ઉપરાંત ફિલ્મ અને રાજકીય જગતની મોટી હસ્તીઓ પણ હાજરી આપી શકે છે.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં મુસ્લિમ આરક્ષણ પર રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, કહ્યું- બદલાવ થઈ રહ્યો છે...

×

Live Tv

Trending News

.

×