Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pune Car Accident Case : હવે 17 વર્ષીય આરોપીની માતાની પણ ધરપકડ કરાઈ, જાણો શું લાગ્યો આરોપ

Pune Car Accident Case : પુણે પોર્શની ઘટના (Pune Porsche incident) માં વધુ એક મોટું અપડેટ (Major Update) સામે આવ્યું છે. હવે આ કેસમાં 17 વર્ષીય આરોપી (17-year-old accused) ની માતાને પણ પોલીસે કસ્ટડીમાં લીધી છે, જેને આજે કોર્ટમાં રજૂ...
pune car accident case   હવે 17 વર્ષીય આરોપીની માતાની પણ ધરપકડ કરાઈ  જાણો શું લાગ્યો આરોપ
Advertisement

Pune Car Accident Case : પુણે પોર્શની ઘટના (Pune Porsche incident) માં વધુ એક મોટું અપડેટ (Major Update) સામે આવ્યું છે. હવે આ કેસમાં 17 વર્ષીય આરોપી (17-year-old accused) ની માતાને પણ પોલીસે કસ્ટડીમાં લીધી છે, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળી રહેલી માહિતી અનુસાર, સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલે (Shivani Agarwal) તેના પુત્રના બ્લડ સેમ્પલ (blood sample) સાથે ચેડાં કર્યાં હતાં એટલું જ નહીં તેને બદલી પણ નાખ્યા હતા. જણાવી દઇએ કે, સગીરનો પૂરો પરિવારે તેને બચાવવા માટે યુક્તિઓ અપનાવી રહ્યો છે. જણાવી દઈએ કે 17 વર્ષના આરોપીની લક્ઝરી પોર્શ કારમાં 2 લોકોના મોત થયા હતા. જેમાં એક છોકરો અને એક છોકરીનો સમાવેશ થતો હતો.

Advertisement

આરોપીના પિતા અને દાદા બાદ હવે માતાની પણ ધરપકડ

પુણે પોર્શ કાર અકસ્માત કેસમાં સાસૂન હોસ્પિટલના 2 ડોક્ટર અને 1 વોર્ડ બોય પહેલાથી જ પોલીસ કસ્ટડીમાં છે. બ્લડ સેમ્પલની હેરાફેરી માટે આરોપી પિતા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હવે સામે આવ્યું છે કે નશામાં ધૂત સગીરનું બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલથી બદલવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે 19 મેના રોજ પુણેના કલ્યાણી નગરમાં 'પોર્શ' કારના 17 વર્ષના ડ્રાઈવરે મોટરસાઈકલ સવાર બે સોફ્ટવેર એન્જિનિયરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના મોત થયા હતા. પોલીસે દાવો કર્યો છે કે આરોપી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. આ કેસમાં 17 વર્ષીય આરોપીને સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો, બીજી તરફ તેના પિતા અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિશાલ અગ્રવાલ અને દાદા સુરેન્દ્ર અગ્રવાલ પર કથિત રીતે ફેમિલી ડ્રાઈવરનું અપહરણ કરવા અને તેના પર અકસ્માતની જવાબદારી લેવા દબાણ કરવાનો કેસ નોંધવામાં આવ્યો અને ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

હોસ્પિટલના તબીબો સામે પણ કાર્યવાહી

અગાઉ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એએ પાંડેની કોર્ટે બે ડૉક્ટરો, ડૉ. શ્રીહરિ હરનોર અને ડૉ. અજય તાવરે તેમજ હૉસ્પિટલના કર્મચારી અતુલ ઘાટકમ્બલેને 30 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સસૂન જનરલ હોસ્પિટલના બે ડોકટરો અને એક કર્મચારીને કિશોરના લોહીના નમૂનામાં છેડછાડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી જેથી તે અકસ્માત સમયે નશામાં ન હતો તે સાબિત થઇ શકે. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે કિશોરના પિતાએ એક ડોકટરને બોલાવ્યા હતા અને તેમને નમૂના બદલવા માટે કહ્યું હતું. વધુમાં પોલીસ તે તપાસ કરવા માંગે છે કે નમૂનાઓની હેરફેર કરવા માટે કોણે સૂચના આપી હતી.

સગીરના પિતા અને ડોક્ટર વચ્ચે 14 કોલ

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સગીરના લોહીના નમૂના લેવામાં આવે તે પહેલાં સગીરના પિતા વિશાલ અગ્રવાલે ડોક્ટર તાવડે સાથે વોટ્સએપ અને ફેસટાઇમ કોલ તેમજ સામાન્ય કોલ દ્વારા વાત કરી હતી. બંને વચ્ચે કુલ 14 કોલ થયા હતા. આ કોલ 19 મેના રોજ સવારે 8.30 થી 10.40 વચ્ચે કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે સવારે 11 વાગે સગીરના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. વાસ્તવમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં પહેલા બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ જોવા મળ્યો ન હતો. જ્યારે શંકા જણાઈ ત્યારે બીજી હોસ્પિટલમાં ફરીથી ટેસ્ટ કરાવવામાં આવ્યો. અહીંના DNA ટેસ્ટમાં જાણવા મળ્યું કે લોહીના નમૂના બે અલગ-અલગ વ્યક્તિઓના છે. બીજા ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસને શંકા છે કે સસૂન હોસ્પિટલના ડોક્ટરોએ આરોપીઓને બચાવવા માટે પુરાવા સાથે છેડછાડ કરી હતી.

આ પણ વાંચો - Pune Porsche Accident Case માં નવો વળાંક, આરોપી છોકરાની માતાએ પણ કર્યું છે ‘કૌભાંડ…’

આ પણ વાંચો - PUNE પોર્શ કાંડમાં મોટો ખુલાસો, આરોપીના બ્લડ સેમ્પલ સાથે ડોક્ટરે કરી હતી છેડછાડ

Tags :
Advertisement

Trending News

.

×