Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GIFT CITY : નશાબંધી અને આબકારી વિભાગે જાહેર કરી ગાઇડલાઇન્સ

GIFT CITYમાં દારૂની છૂટ અંગે સત્તાવાર જાહેરાત નશાબંધી અને આબકારી વિભાગની પ્રેસ કૉન્ફરન્સ નશાબંધી અને આબકારી વિભાગે જાહેર કરી ગાઇડલાઇન્સ છૂટ અંગેની SOP હવે પછી જાહેર કરવામાં આવશે GIFT CITYમાં દારૂની છૂટ અંગે નશાબંધી અને આબકારી વિભાગની સત્તાવાર જાહેરાત કરી...
gift city   નશાબંધી અને આબકારી વિભાગે જાહેર કરી ગાઇડલાઇન્સ

GIFT CITYમાં દારૂની છૂટ અંગે સત્તાવાર જાહેરાત
નશાબંધી અને આબકારી વિભાગની પ્રેસ કૉન્ફરન્સ
નશાબંધી અને આબકારી વિભાગે જાહેર કરી ગાઇડલાઇન્સ
છૂટ અંગેની SOP હવે પછી જાહેર કરવામાં આવશે

Advertisement

GIFT CITYમાં દારૂની છૂટ અંગે નશાબંધી અને આબકારી વિભાગની સત્તાવાર જાહેરાત કરી છે.

 ગિફ્ટ સિટીમાં નોકરી કરતાં અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માગતી હોટલ-ક્લબ રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલી કે આવનાર ખાનપાનની સુવિધા ધરાવતી હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટને લાયસન્સ મળી રહેશે

Advertisement

  • એફ એલ 3 લાયસન્સ મેળવવા માટે જે તે હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટ નિયમો મુજબ જરુરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરુરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલી સમિતિ સમક્ષ રજૂ કર્યા બાદ લાયસન્સ મળશે
  • હાલના હેલ્થ પરમીટ, વિઝીટર પરમીટ, ટુરિસ્ટ પરમીટ ધારકો ગિફ્ટ સિટી ખાતે લીકરનું સેવન નહીં કરી શકાય. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સિટી ખતે લિકરનું સેવન કરી શકાશે.
  • ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લિકર એક્સેસ પરમીટની મંજૂરી ગિફ્ટ દ્વારા અધિકૃત દ્વારા આ પરમીટ આપવામાં આવશે
  • ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજૂરી ગિફ્ટ સિટીના જે તે રંપનીના એચઆર હેડ જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે આપવામાં આવશે તેમજ મુલાકાતીઓની સથે સંબંધિત કંપનીના લિકર એઓક્સેસ પરમીટ ધરાવતા કર્મચારીઓ સાથે રહેશે.
  • લાયસન્સધારકે ખરીદેલા લિકરના જથ્થાનિ નિયત કરેલ નમુનામાં ખરીદ વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે
  • લાયસન્સ ધારક, લિકર એક્સેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટધારક જો કાયદા અને નિયમોનો કે સૂચનાનો ભંગ કરશે તો કાયદા મુજબ શિક્ષાત્મક પગલાંની કાર્યવાહી કરાશે
  • લાયસન્સ મેળવનારે પોતાની હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબમાં સક્ષમ અધિકારી પાસે ખાનપાનનું લાયસન્સ, ફૂડ સેફ્ટી લાયસન્સ અને અન્ય જરુરી લાયસન્સ લેવાના રહેશે.
  • એફએલ 3 લાયસન્સધારક રાજ્યના અન્ય પરમીટ રાજ્યના અન્ય પરમીટધારકને લિકર વેચાણ કરી શકશે નહી
  • લાયસન્સના મંજૂર કરેલા સ્થળ સિવાય કોઇ અન્ય સ્થળે લિકર પીરસી શકાશે નહી
  • લિકર એક્સેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટધારક જ જરુરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.
  • દારુનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહી
  • 21 વર્ષથી ઉપરની વ્યક્તિને લિકર એક્સેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.
  • લિકર એક્સેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને એફએલ-3 લાયસન્સધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્તમાન કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે

આ પણ વાંચો----KABUTARBAJI : કબુતરબાજીમાં મહેસાણાનો કિરણ પટેલ સામેલ હોવાની શંકા

Advertisement
Tags :
Advertisement

.