PSI Exam 2025 : રાજ્યમાં આજે PSI ભરતી માટે 1 લાખ 3 હજાર 952 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે
- ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા
- અમદાવાદમાં 30 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
- અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન
PSI Exam 2025 : ગુજરાત રાજ્યમાં આજે PSI ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઇ રહી છે. ફેબ્રુઆરી માસમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જેમાં 1 લાખ 3 હજાર 952 ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદમાં 30 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. તેમજ આજે UPSC દ્વારા શહેરમાં પરીક્ષા યોજાશે. શહેરના 3 કેન્દ્રો પરથી 888 પરીક્ષાર્થીઓની એન.ડી.એ., સી.ડી.એસ.ની પરીક્ષા છે.
સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલનું કાર્યરત કરાયો
સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલનું કાર્યરત કરાયો છે. પરીક્ષા શરૂ થયા પહેલા 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેમજ ઈ-એડમિટ કાર્ડ વગર કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. આજે રાજ્યમાં પોલીસ વિભાગની પરીક્ષા લેવાઈ રહી છે જેમાં બિન હથિયારી PSIની 472 જગ્યા માટે રવિવારે લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે.
અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, વડોદરા અને સુરતમાં 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.2 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે, અમદાવાદ શહેરમાં 30,000 થી વધારે ઉમેદવારો 102 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે ફિઝિકલ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સફળતા મેળવનાર ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની તક આપવામાં આવી હતી.
બીજુ પેપર ત્રણ કલાકથી બપોરે 6 કલાક સુધી ચાલશે
પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો આત્મવિશ્વાસથી ભરપૂર જણાઇ રહ્યાં છે. પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોએ જણાવ્યું છે કે પોલીસ વિભાગમાં ભરતી થવું અને દેશ અને રાજ્યની શાંતિ અને સલામતી માટે કામ કરવું એ તેમના માટે અને પરિવાર માટે ગૌરવની વાત છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે તહેનાત રાખવામાં આવ્યા છે. પહેલું પેપર સવારે 9:30 કલાકે 12:30 વાગ્યા સુધી જાય છે જ્યારે બીજુ પેપર ત્રણ કલાકથી બપોરે 6 કલાક સુધી ચાલશે.