Dahod: પહલગામ આતંકી હુમલાને લઈ બંધનું એલાન, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી નોંધાવ્યો વિરોધ
- પહલગામ આતંકી હુમલાનો દાહોદ જિલ્લામાં વિરોધ
- દાહોદમાં વિવિધ સંગઠનો દ્વારા આજે બંધનું એલાન
- વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી નોંધાવ્યો વિરોધ
તાજેતર માં કશ્મીરના પહલગામ ખાતે આતંકવાદીઓ દ્રારા સહેલાણીઓ ઉપર ગોળીબાર કરી સહેલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર દેશમાં એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન પ્રત્યે લોકો માં ભારે આક્રોશ જોવા મળી રહયો છે જેને પગલે દાહોદ જિલ્લા માં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ થી કેંડલ માર્ચ, મૌન રેલી જેવા વિવિધ કાર્યક્રમો ની સાથે વિરોધ નોધાવવામાં આવી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસ થી જિલ્લા ના ફતેપુરા, સંજેલી, ઝાલોદ સહિત ના તાલુકાઓ માં બંધ પાળી વિરોધ નોધાવ્યો હતો.

તમામ વેપારીઓ દ્વારા બંધ પાળી ઘટનાનો વિરોધ નોંધાવ્યો
સોમવારે દાહોદ શહેરના વિવિધ સામાજિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. જેના સમર્થન માં દાહોદ શહેરના તમામ સમાજના વેપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા શહેર ના દરેક વિસ્તારો માં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. નાના વેપારી થી લઈ મોટા વેપારી અને પથારા કે ફેરિયાઓ તમામ લોકો બંધ માં જોડાયા હતા.
આતંકવાદીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે
વેપારી રાકેશ જૈને જણાવ્યું હતું કે, દાહોદના તમામ વેપારીઓ દ્વારા આજ રોજ જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ વિરોધ નોંધાવી બંધ પાળ્યો હતો. ભારત સરકારને અપીલ કરવામાં આવે છે કે આતંકવાદીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather : રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, બે દિવસ આ જીલ્લામાં હીટવેવની આગાહી