russia ukraine war: યુક્રેન સાથે યુદ્ધ વિરામની શક્યતાઓ ધૂંધળી બની, રશિયાએ રજૂ કરી આકરી શરતો
- યુક્રેનમાં નાટો નિરીક્ષકોની હાજરીનો સખત વિરોધ કરે છે રશિયા
- યુક્રેનને નાટોમાં સામેલ ન કરો- રશિયા
- યુદ્ધ વિરામ માટે રશિયાની કડક શરતો
- યુક્રેન સાથે યુદ્ધ વિરામની શક્યતાઓ ધૂંધળી બની
રશિયાએ યુક્રેન સાથે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર તરફ આગળ વધવાની વાત કરી છે. જોકે, રશિયા આ સોદામાં કેટલીક કાયમી અને ચોક્કસ ગેરંટીની માંગણી કરી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો યુક્રેનનું નાટો સભ્યપદ છે. રશિયા તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત થઈ છે. અમેરિકાએ પુતિનને 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. યુક્રેને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.
આ પણ વાંચોઃ Pakistan: ચાલુ બસમાં વિસ્ફોટ....ચારે બાજુ ધૂળનાં ગોટે ગોટા, પાક સેના પર થયેલ હુમલાનો ભયાનક વીડિયો વાયરલ
યુદ્ધ વિરામ માટે રશિયાની કડક શરતો
રશિયાના નાયબ વિદેશ પ્રધાન એલેક્ઝાન્ડર ગ્રુશ્કોએ રશિયન મીડિયા આઉટલેટની મુલાકાતમાં જણાવ્યું હતું કે રશિયા યુક્રેન સાથેના કોઈપણ શાંતિ કરારમાં મજબૂત ગેરંટી ઇચ્છે છે. જેમાં યુક્રેનને નાટો દેશોમાંથી બહાર રાખવો મુખ્ય માંગણી છે. તેમણે કહ્યું, 'કોઈપણ શાંતિ કરાર માટે મોસ્કોની માંગણીઓ પૂરી કરવી પડશે.' અમે ઇચ્છીએ છીએ કે આ કરારમાં મજબૂત સુરક્ષા ગેરંટી હોય.
યુક્રેનમાં નાટો નિરીક્ષકોની હાજરીનો સખત વિરોધ કરે છે રશિયા
ગ્રુશ્કોએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વલણને રજૂ કર્યું અને કહ્યું કે, તેમનો દેશ યુક્રેનમાં નાટો નિરીક્ષકોની હાજરીનો સખત વિરોધ કરે છે. બ્રિટન અને ફ્રાન્સે યુક્રેનમાં યુદ્ધવિરામ પર નજર રાખવા માટે શાંતિ રક્ષા દળો મોકલવાની વાત કરી છે. આ અંગે ગ્રુશ્કોએ કહ્યું, 'યુક્રેનિયન પ્રદેશમાં નાટો સૈનિકો કયા લેબલ હેઠળ તૈનાત છે તેનાથી કોઈ ફરક પડતો નથી.' પછી ભલે તે EU હોય, નાટો હોય કે બીજા કોઈ વિકલ્પ હેઠળ હોય. વધુમાં ગ્રુશ્કોએ કહ્યું કે નિરીક્ષકોની તૈનાતી પર શાંતિ કરાર થયા પછી જ ચર્ચા થઈ શકે છે. "આપણે નિઃશસ્ત્ર નિરીક્ષકો વિશે વાત કરી શકીએ છીએ. જે કરારના વિવિધ પાસાઓના અમલીકરણ પર નજર રાખશે.
આ પણ વાંચોઃ Modi’s Podcast: PM મોદીની વાતથી ખુશ થઈ ગયા 'ટ્રમ્પ'! શેર કર્યો પોડકાસ્ટનો Video