Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : અનામતનો વ્યાપ 50 ટકાથી વધારી 75 ટકા કરવાનો પ્રસ્તાવ

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિગતવાર અહેવાલ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સીએમ નીતિશે રાજ્યમાં અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આરક્ષણને...
bihar   અનામતનો વ્યાપ 50 ટકાથી વધારી 75 ટકા કરવાનો પ્રસ્તાવ

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિગતવાર અહેવાલ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સીએમ નીતિશે રાજ્યમાં અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Advertisement

આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત

વિધાનસભામાં ચર્ચા દરમિયાન, સીએમ નીતિશે બિહારમાં અનામતનો વિસ્તાર 50 થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો. EWS ના 10 ટકાનો સમાવેશ કરીને આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement

અનામતનો વ્યાપ કેવી રીતે વધારશે?

સીએમ નીતિશે કહ્યું કે સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ પ્રસ્તાવ મુજબ-

Advertisement

- હાલમાં SC માટે 16 ટકા અનામત વધારીને 20 ટકા કરવામાં આવશે.
- ST 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે
- EBC (અત્યંત પછાત) અને OBCને મળીને 43 ટકા અનામત આપવામાં આવશે.

મહિલા સાક્ષરતા નિવેદન પર વિચિત્ર નિવેદન

ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. તેમણે કહ્યું કે જો બાળકી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે. આ નિવેદન દરમિયાન સમગ્ર ગૃહમાં વિચિત્ર સ્થિતિ જોવા મળી હતી. મહિલા ધારાસભ્ય ગુસ્સામાં જોવા મળ્યા.

આ પણ વાંચો---હવે દરેક રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પોતાનો નિર્ણય લેવાનો…!

Tags :
Advertisement

.