Rakshabandhan : સાબરમતી જેલમાં કેદી ભાઈઓને તેમની બહેનોએ બાંધી રાખડી
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે પણ કેદી ભાઈઓ માટે તેમની બહેન રાખડી બાંધી શકે તે માટે ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી. બહેનોએ પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા...
03:35 PM Aug 30, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ
આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે પણ કેદી ભાઈઓ માટે તેમની બહેન રાખડી બાંધી શકે તે માટે ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી.
બહેનોએ પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી
જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોમા આખોમાં ખુશી છલકાઈ રહી હતી. બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં જૂની જેલમાં 1239 અને નવી જેલમાં 2545 કેદી મળીને 3948 જેટલા કેદી છે. જેના કારણે જેલ સત્તાધીશોએ રક્ષાબંધનના તહેવારે બહેનોને અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ અગાઉથી કરી લીધી હતી. મોટી સંખ્યામાં બહેનો આવતા હોવાના કારણે જેલ સત્તાધીશોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો.
ભાવુક દ્રશ્યો સર્જાયા
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી દેશ અને દુનિયામાં થઈ રહી છે. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓ માટે પણ રક્ષાબંધનની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી જેલ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી જેલ ખાતે કેદી માટે આ રક્ષાબંધનની ઉજવણી માટે વ્યવ્સ્થા કરવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા.
Next Article