Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વતનમાં વિકાસ પુરુષ, PM Modiને આવકારવા ગુજરાત સજ્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ ગુજરાત પધારશે નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે. PM Modi In Gujarat :...
07:36 AM Sep 15, 2024 IST | Vipul Pandya
pm modi in gujarat

PM Modi In Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે (PM Modi In Gujarat)આવવાના છે. પીએમ મોદી 15 તારીખે ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતથી ભુવનેશ્વર (Bhubaneswar) જવાં રવાના થશે. 2 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અહીં, જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમની માહિતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 તારીખે બપોર બાદ ગુજરાત પધારશે
> અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે
> વડસર સ્ટેશન (Vadsar Air Force Station) ખાતે તૈયાર થયેલ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે
> પીએમ મોદી સાંજે 6 વાગે રાજ ભવન આવશે
> વડાપ્રધાનનો રાત્રિ રોકાણ રાજ ભવન (Raj Bhawan) ખાતે રહેશે
> રાત્રે રાજ ભવન ખાતે અલગ-અલગ બેઠકોનું આયોજન થઈ શકે છે.
> 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે.
> સવારે 10:00 વાગ્યે ચોથી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે.
> 12:00 કલાકે રાજ ભવન પરત આવશે.
> 1.30 કલાકે ગાંધીનગરનાં (Gandhinagar) સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરશે.
> 3.30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.
> સાંજે 6 વાગે રાજભવન પરત આવશે અને રાત્રિ રોકાણ રાજભવન ખાતે રહેશે.
> 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર (Bhubaneswar) જવા રવાના થશે.

 

આ પણ વાંચો----PM મોદીના Gujarat પ્રવાસની તૈયારીનો આખરી ઓપ, મુખ્યમંત્રીએ કરી કાર્યક્રમની સમીક્ષા

નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ થવાનો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું જ નહીં પરંતુ Metro Phase-2 નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. જેથી મેટ્રોના બીજા ફેઝનો વડાપ્રધાન શુભારંભ કરવાના છે.મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. નોંધનીય છે કે, આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. પીએમ નરેન્દ્ર મોદી ફેઝ 2 નું 20.8 કિમીના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મુકશે. મોઢેરાથી સેક્ટર 1 સુધીના 15.4 કિમી અને 6 સ્ટેશન અને 5.4 કિમીના 2 સ્ટેશનના લીંક લાઈનનો સમાવેશ થાય છે. અમદાવાદ Metro રેલ પ્રોજેક્ટ ફેઝ-2 મોટેરા ગાંધીનગર વચ્ચે જોડાયેલ છે. ફેઝ 2 એ અમદાવાદ મેટ્રો ફેઝ-1 ના ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને આગળનો વિસ્તાર છે.

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ

જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ (PM Modi Birthday) છે. ત્યારે આ વખતે જન્મ દિવસ નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવવાનાં છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. 15 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે.

આ પણ વાંચો----Ahmedabad-Gandhinagar Metro: 16 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદી કરશે Metro Phase-2 નો શુભારંભ, જાણો સંપૂર્ણ વિગત

Tags :
BhupendraPatelGujaratpm modiPM Modi BirthdayPM Modi Gujarat VisitPM Modi In GujaratPrime Minister Narendra Modi
Next Article