Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

One Nation, One Election પર વડાપ્રધાને ફરી વાર શું કહ્યું ?

પીએમ મોદીએ ફરી એકવાર વન નેશન, વન ઈલેક્શનની જરૂરિયાત પર ભાર મૂક્યો એક કમિટીએ પણ સારો રિપોર્ટ આપ્યો છે દર ત્રણથી છ મહિને દેશમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ ચાલી રહી છે દરેકે આ દિશામાં કામ કરવું જોઈએ One Nation,...
11:10 AM Aug 15, 2024 IST | Vipul Pandya
PM Narendra Modi on election

One Nation, One Election : દેશના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. આ દરમિયાન પીએમ મોદીએ સેક્યુલર સિવિલ કોડ સહિત ઘણી મહત્વની વાતો કહી હતી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ફરી એકવાર વન નેશન, વન ઈલેક્શન (One Nation, One Election) ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દરેકે આ દિશામાં કામ કરવું જોઈએ.

વારંવાર ચૂંટણીના કારણે અનેક કામો અટકી પડે છે

પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના અલગ-અલગ ભાગોમાં સમયાંતરે ચૂંટણીઓ યોજાય છે. વારંવાર ચૂંટણીના કારણે અનેક કામો અટકી પડે છે. તેમણે કહ્યું કે, રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર, એક ચૂંટણી અંગે ચર્ચા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે એક કમિટીએ પણ સારો રિપોર્ટ આપ્યો છે. દેશની જનતા, રાજકીય પક્ષો અને બંધારણને સમજતા લોકોએ વન નેશન, વન ઈલેક્શનને સાકાર કરવા આગળ આવવું જોઈએ.

આ પણ વાંચો----"ડર પેદા થવો જરુરી..." જાણો કેમ બોલ્યા PM MODI

વિકાસની યોજનાઓ ચૂંટણી સાથે જોડાયેલી જોવા મળે છે

78મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. આજે વિકાસની યોજનાઓ ચૂંટણી સાથે જોડાયેલી જોવા મળે છે, કારણ કે દર ત્રણથી છ મહિને દેશમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ ચાલી રહી છે.

આ લક્ષ્યને હાંસલ કરવા માટે દેશને સાથે આવવું પડશે

તેમણે કહ્યું કે વન નેશન, વન ઈલેક્શન માટે ઘણી વખત વાતચીત થઈ છે. તેમણે દરેકને સાથે મળીને વન નેશન, વન ઈલેક્શનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું, આ લક્ષ્યને હાંસલ કરવા માટે દેશને સાથે આવવું પડશે.

આ પણ વાંચો----78th Independence Day : 'આગામી 5 વર્ષમાં મેડિકલમાં 75 હજાર સીટો વધશે', PM મોદીએ કરી મોટી જાહેરાત

Tags :
electionsIndependent DayOne ElectionOne Nationpm narendra modiPrime Minister Narendra Modi
Next Article