Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોઈ ભારતીય PM બ્રુનેઈની પ્રથમ મુલાકાતે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના કોઈપણ ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત વડાપ્રધાન 4 સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જશે PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)મંગળવારે સવારે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે...
કોઈ ભારતીય pm બ્રુનેઈની પ્રથમ મુલાકાતે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના
  • કોઈપણ ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત
  • વડાપ્રધાન 4 સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જશે

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)મંગળવારે સવારે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ માટે રવાના થયા હતા. કોઈપણ ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન 4 સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જશે.

Advertisement

બ્રુનેઈમાં ભારતીય સમુદાયની સંખ્યા 14 હજાર

PM મોદી એવા સમયે બ્રુનેઈની મુલાકાતે છે જ્યારે ભારત અને બ્રુનેઈ તેમના રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. બ્રુનેઈમાં ભારતીય સમુદાયની સંખ્યા 14 હજાર છે અને બ્રુનેઈમાં ડૉક્ટરો અને શિક્ષકોના સમુદાયમાં નોંધપાત્ર સંખ્યામાં ભારતીયો છે.

આ પણ વાંચો----જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે BJP ની ચોથી યાદી જાહેર, જાણો ઉમેદવારોના નામ

Advertisement

બ્રુનેઈની મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના સંદર્ભમાં મહત્વપૂર્ણ

પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. બંને દેશો સંરક્ષણ સહયોગમાં સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવા માંગે છે. આ સિવાય પીએમ મોદીની મુલાકાત દરમિયાન ઉર્જા સંબંધો અને અવકાશ ક્ષેત્રમાં સહયોગ વધવાની પણ શક્યતા છે.

Advertisement

પોતાના વિદેશ પ્રવાસ અંગે પીએમ મોદીએ કહ્યું કે, 'હું બ્રુનેઈની મારી પ્રથમ દ્વિપક્ષીય યાત્રા પર જઈ રહ્યો છું. હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યોને મળીશ. જેથી આપણા ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય.

આ પણ વાંચો---RSS Caste census: જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે RSS એ આપ્યું મોટું નિવેદન

બ્રુનેઈથી સિંગાપુર જવા રવાના થઈશ

આ સાથે તેમણે કહ્યું, 'હું 4 સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જવા રવાના થઈશ. હું રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિન લૂંગ અને નિવૃત્ત વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગને મળવા આતુર છું, તેમણે જણાવ્યું હતું કે ઉભરતા ક્ષેત્રોમાં અમારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ચર્ચા થશે.

પીએમ મોદીએ કહ્યું, 'બંને દેશ (સિંગાપોર અને બ્રુનેઈ) અમારી 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝન માટે મહત્વપૂર્ણ ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે મારી મુલાકાતો બ્રુનેઈ, સિંગાપોર અને આસિયાન ક્ષેત્ર સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તે વિદેશી પ્રત્યક્ષ રોકાણનો પણ મુખ્ય સ્ત્રોત છે.

આ પણ વાંચો---- World Leaders Forum : 'ભારત લખી રહ્યું છે અનોખી Success Story', જાણો PM મોદીએ શું કહ્યું...

Tags :
Advertisement

.