Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat : PM MODI ગુજરાતને આપશે વધુ એક ભેટ, વાંચો અહેવાલ

Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઇ રહ્યા છે. ગુજરાત (Gujarat)માં હવે અમૃત ભારત ટ્રેન શરુ થશે. Gujarat માં શરુ થનારી આ ટ્રેનમાં ઓછું ભાડું હશે જેથી સામાન્ય વર્ગના મુસાફરોને તેનો બહોળો લાભ મળશે. ગુજરાતમાં હવે...
01:09 PM Jan 12, 2024 IST | Vipul Pandya
Prime Minister Narendra Modi Amrit Bharat train will start in Gujarat

Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઇ રહ્યા છે. ગુજરાત (Gujarat)માં હવે અમૃત ભારત ટ્રેન શરુ થશે. Gujarat માં શરુ થનારી આ ટ્રેનમાં ઓછું ભાડું હશે જેથી સામાન્ય વર્ગના મુસાફરોને તેનો બહોળો લાભ મળશે.

ગુજરાતમાં હવે અમૃત ભારત ટ્રેન શરુ થશે

ગુજરાતમાં હવે અમૃત ભારત ટ્રેન શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અમૃત ભારત ટ્રેન શરુ થશે અને તેનાથી ગુજરાતને વધુ એક ભેટ મળશે. આ ટ્રેન સેમી હાઇસ્પીડ હશે અને નોન એસી ટ્રેન હશે. જો કે ટ્રેનની સ્પીડ વંદે ભારત ટ્રેન જેટલી જ સ્પીડ હશે.

નોન એસી ટ્રેન

સેમીહાઇ સ્પીડ અને નોન એસી ટ્રેન અમૃત ભારત શરૂ થશે અને વંદે ભારત જેટલી જ સ્પીડમાં અમૃત ભારત ટ્રેન દોડશે. વંદે ભારત ટ્રેનની સરખામણીએ અમૃત ભારત ટ્રેનનું ભાડુ ઓછુ રહેશે. ઓછા ભાડાથી પણ મુસાફરો ઝડપથી ગંતવ્ય સ્થાને પહોંચી શકશે અને મુસાફરોને તેનો લાભ મળશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અયોધ્યા માટે પણ ખાસ ટ્રેન

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચના ખાસ કરીને ગુજરાત માટે અસરકાર છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા આખા દેશમાં આસ્થા સ્પેશિયલ ટ્રેન ચલાવશે. દેશના અલગ અલગ રાજ્યથી ટ્રેન અયોધ્યા માટે ચાલશે. આ ઉપરાંત IRCTCએ સ્પેશિયલ ટ્રેનની પણ તૈયારીઓ કરી છે. ગુજરાતથી પણ ચાર ટ્રેન ચાલશે, જે ટ્રેનનો પ્રારંભ 9 અને 10 જાન્યુઆરીથી થશે. જે રાજ્યના અલગ અલગ શહેરમાંથી અયોધ્યા સુધી દોડશે. રાજ્યકક્ષાના રેલ્વે મંત્રી અને સુરતના ભાજપના સાંસદ દર્શન જરદોશે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી આ ટ્રેનની વિગત આપી હતી.

ગુજરાતમાં ક્યાં સ્ટેશનથી શરુ થશે આસ્થા ટ્રેન ?

એક અહેવાલ અનુસાર 9 ફેબ્રુઆરીથી ભાવનગરથી ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેન શરુ થશે. તો 10 ફેબ્રુઆરીથી રાજકોટ, અમદાવાદ અને સુરતથી સીધી અયોધ્યાની ટ્રેનનો પ્રારંભ થશે. આ ટ્રેનને 3 થી 4 મહિના સુધી ચલાવવામાં આવશે. રેલ્વે બોર્ડે તમામ ઝોનના ડીઆરએમ, તમામ સુરક્ષા એજન્સીઓને સઘન વ્યવસ્થાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો---DIGITAL CROP SURVEY : મહેસાણા સહિત 6 જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ

Tags :
Amrit Bharat trainGujaratNarendra Modipm modiRailwayVande Bharat Train
Next Article