PM Modi: દેશના વડાપ્રધાન વાળીનાથના શરણે, ભાવી ભક્તોને કરશે સંબોધિત
PM MODI: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વિવિધ સ્થોળો પર જવાના છે. અમદાવાદ ખાતે તેઓ અનેક કાર્યોનું ઉદ્ઘાટન કરી લીધું છે, હવે તરભ ખાતે તેઓ વાળીનાથની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જોડાવાના છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણાના તરબધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યોજાઈ રહ્યો છે, જ્યા પ્રધાનમંત્રી પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરબધામ ખાતે જાહેર સભાને સંબોધિત કરવાના છે. અમદાવાદમાં જનમેદની સંબોધિત કરતા ગુજરાતના ભારે વખાણ કર્યા હતાં.
13 હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ભારતીય રેલ અને ભારતીય વાયુસેનાના 13 હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ સાથે મહેસાણાથી જગુદન નવી રેલ લાઈનનું પણ લોકાર્પણ કરવાના છે. ત્યાર બાદ નલિયા જખૌ પોર્ટની નવી લાઈનનું શિલાન્યાસ કરશે અને આ સહિત રાધનપુર-સામાખ્યાલી ડબલ લાઈનનું પણ લોકાર્પણ કરવાના છે.
આ પણ વાંચો: PM Modi એ ગુજરાતીઓને કર્યું સંબોધન, કહ્યું, ‘ગુજરાત આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું…’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ