Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રધાનમંત્રી મોદી ઈજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યાં, PM સાથે કરશે રાઉન્ડ ટેબલ મીટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઈજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા. વડાપ્રધાનની આ બે દિવસીય રાજ્ય મુલાકાત છે. વડાપ્રધાન મોદીની યાત્રા પહેલા ઈજિપ્તે જાહેરાત કરી હતી કે તે સુએજ નહેર ઈકોનોમિક ઝોનમાં ભારત માટે એક સ્પેશિયલ સ્લોટની...
પ્રધાનમંત્રી મોદી ઈજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યાં  pm સાથે કરશે રાઉન્ડ ટેબલ મીટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઈજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા. વડાપ્રધાનની આ બે દિવસીય રાજ્ય મુલાકાત છે. વડાપ્રધાન મોદીની યાત્રા પહેલા ઈજિપ્તે જાહેરાત કરી હતી કે તે સુએજ નહેર ઈકોનોમિક ઝોનમાં ભારત માટે એક સ્પેશિયલ સ્લોટની ઓફર કરશે. વડાપ્રધાન મોદી 24-25 જૂન ઈજિપ્તની મુલાકાતે છે. ખાસ વાત એ છે કે 1977 બાદ કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ઈજિપ્તની આ પહેલી મુલાકાત હશે. આ દરમિયાન સુએજ નહેર બંને દેશોને લઈને થનારી ચર્ચાઓના મુખ્ય એજન્ડામાં સામેલ રહેશે.

Advertisement

નોંધપાત્ર વાત એ છે કે પીએમ મોદીનો આ છઠ્ઠો વિદેશ પ્રવાસ હશે, જ્યારે તેઓ તેમની મુલાકાત દરમિયાન વિશ્વની કોઈ ઐતિહાસિક મસ્જિદની મુલાકાત લેશે. PM મોદી અને રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ-સીસી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટ 25 જૂન, 2023ના રોજ થશે. તે જ દિવસે પીએમ મોદી કૈરોની અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે. આવો, આજે અલ-હકીમ મસ્જિદ અને PM મોદીની વિદેશ યાત્રાઓથી પરિચિત કરાવીએ, જેમાં PM એ ઐતિહાસિક મસ્જિદની મુલાકાત લીધી હતી.

Advertisement

ઇજિપ્ત ભારત પાસેથી આ મિસાઇલો ખરીદવા માંગે છે. ભારત તેના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ માટે ઇજિપ્ત તરફ પણ જોઈ રહ્યું છે, કારણ કે ઇજિપ્ત તેના લશ્કરી હાર્ડવેરના સતત વિસ્તરણ અને પરિવર્તન પર વિચાર કરી રહ્યું છે. ઇજિપ્ત પણ ભારત પાસેથી તેજસ લાઇટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. આ ઉપરાંત HAL દ્વારા ભારતમાં ઉત્પાદિત સુખોઈ-30 MKI અને તેના પાર્ટ્સ પણ ભારતમાં જ ઉત્પાદન કરવાની કુશળતા ધરાવે છે, જે ઈજિપ્તને બતાવી શકાય છે.

Advertisement

ઈજિપ્તને રોકાણની આશા

ઈજિપ્ત તેના સુએજ નહેર ઝોનને ભારતીય વ્યવસાયો માટે એક મુખ્ય રોકાણ સંભાવના તરીકે જુએ છે. ઉલ્લેખનીય છે કે સુએજ શહેર ભૂમધ્ય સાગરને લાલસાગર અને હિંદ મહાસાગર સાથે જોડનારા દુનિયાના મુખ્ય સ્ટ્રેટજિક ચોક પોઇન્ટમાંથી એક છે. સુએજ નેહરને ઈજિપ્ત દ્વારા નિયંત્રિત કરાય છે. જેની વૈશ્વિક કન્ટેન્ટર વેપારમાં 20 ટકાની ભાગીદારી છે.

ભારત માટે વેપારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ

સુએજ નહેર ભારતીય વેપાર માટે મહત્ત્વપૂર્ણ છે. તેના માધ્યમથી દરરોજ ટ્રાન્સપોર્ટ કરાતા 4.8 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલમાંથી દરરોજ 5 લાખ ક્રૂડ ઓઈલ બેરલ ભારત મોકલાય છે. સુએજ નહેર ઝોનના ડેવલપમેન્ટ એક્સિસમાં અનેક ઈન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક સેક્ટર સામેલ છે.

ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદ વિશે ખાસ વાતો

અલ-હકીમ મસ્જિદ ઇજિપ્તની રાજધાની કૈરોમાં બાબ અલ-ફુતુહની બાજુમાં સ્થિત છે. તેનો પાયો ફાતિમિદ ખલીફા અલ-અઝીઝ દ્વિ-ઈલાહ નિઝર દ્વારા વર્ષ 990 માં નાખવામાં આવ્યો હતો. જે વર્ષ 1013માં અલ-અઝીઝ બી-ઈલાહ નિઝરના પુત્ર અલ-હકીમના શાસન દરમિયાન પૂર્ણ થયું હતું. તે ઇજિપ્તના સૌથી જૂના ઇસ્લામિક સ્મારકોમાંનું એક માનવામાં આવે છે. ઉપરાંત, અલ-હકીમ, જેણે તેને તૈયાર કર્યો, તે ઇજિપ્ત પર શાસન કરનાર સૌથી પ્રખ્યાત ખલીફાઓમાંનો એક હતો. આ મસ્જિદને જબલ મશબીહ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના હિરેન ગજેરાની અપહરણ બાદ હત્યા

Tags :
Advertisement

.