Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપ્રીમ કોર્ટના 75 વર્ષ થયા પૂર્ણ, ન્યાયાલયને મળ્યું નવતર ચિહ્ન અને ધ્વજ

પડતર કેસની સંખ્યા ન્યાયતંત્ર માટે પડકારરૂપ સુપ્રીમ કોર્ટે 75 વર્ષની સફર પૂર્ણ કરી છે કેસ મેનેજમેન્ટ દ્વારા કેસ માટે એક યોજના ઘડી છે New Flag & Insignia Of Supreme Court : આજરોજ 75 વર્ષ બાદ રાષ્ટ્રપતિ Droupadi Murmu એ...
07:22 PM Sep 01, 2024 IST | Aviraj Bagda
The President of India Droupadi Murmu on Sunday unveiled the new flag and insignia of the Supreme Court of India to commemorate its 75th year.

New Flag & Insignia Of Supreme Court : આજરોજ 75 વર્ષ બાદ રાષ્ટ્રપતિ Droupadi Murmu એ દેશની સર્વોચ્ય અદાલતનું નવું ચિહ્ન અને ધ્વજનું અનાવરણ કર્યું હતું. તો નવું ચિહ્નએ ન્યાય અને લોકશાહીનું પ્રતિબિંબ છે. આ નવા સર્વોચ્ય અદાલતના ચિહ્ન અને ધ્વજને દિલ્હીમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ નવા ચિહ્નમાં સર્વોચ્ય અદાલતને અશોક ચક્રની અંદર બંધારણ પર મૂકવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના વિદાય સમારંભમાં ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ પણ હાજર હતાં.

પડતર કેસની સંખ્યા ન્યાયતંત્ર માટે પડકારરૂપ

તે ઉપરાંત આ કાર્યક્રમમાં 800 થી વધુ લોકો હાજર રહ્યા હતાં. આ સમ્મેલનમાં Droupadi Murmu ની ઉપસ્થિતિ ખાસ હતી. જોકે આ સમ્મેલન પહેલા યોજવામાં આવેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતાં. તેમણે આજરોજ યોજાયેલા કાર્યક્રમ વિશે લોકોને માહિતી આપી હતી. ત્યારે પણ Chief Justice of India DY Chandrachud હાજર રહ્યા હતાં. તો આજરોજ રાષ્ટ્રપતિ Droupadi Murmu એ ​​કહ્યું હતું કે પડતર કેસની સંખ્યા ઘટાડવીએ ન્યાયતંત્રનો સામેનો સૌથી મોટો પડકાર છે.

આ પણ વાંચો: Hostel માંથી કથિત હાલતમાં દિલ્હીના IG ની પુત્રીનો મૃતદેહ મળ્યો

સુપ્રીમ કોર્ટે 75 વર્ષની સફર પૂર્ણ કરી છે

તો રાષ્ટ્રપતિ Droupadi Murmu એ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ન્યાયાધીશ અને અદાલતએ પડતર કેસ માટે ભારત મંડપમ હેઠળ એકસાથે આવવું જોઈએ. તે ઉપરાંત ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે પોતાના સંબોધનમાં ગર્વ વ્યક્ત કર્યો કે સુપ્રીમ કોર્ટે 75 વર્ષની સફર પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નાગરિકો માટે ન્યાયિક પ્રણાલીની સારી ઇકોસિસ્ટમ ઉપલબ્ધ હોવી જોઈએ. જેથી કરીને તેઓ તેમની વ્યક્તિગત અને સામૂહિક ક્ષમતાને રાષ્ટ્રનિર્માણમાં સમર્પિત કરી શકે.

કેસ મેનેજમેન્ટ દ્વારા કેસ માટે એક યોજના ઘડી છે

તો Chief Justice of India DY Chandrachud એ જણાવ્યું હતું કે પડતર કેસની સંખ્યા ઘટાડવા માટેની સમિતિએ કેસ મેનેજમેન્ટ દ્વારા કેસ માટે એક યોજના ઘડી છે. બેકલોગ સાથે વ્યવહાર કરવા માટેની અન્ય કેટલીક વ્યૂહરચનાઓમાં પ્રિ-લિટીગેશન વિવાદ ઉકેલનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમાપન કર્યું હતું, જેમાં લગભગ 1,000 કેસનો પાંચ કામકાજના દિવસોની અંદર શાંતિપૂર્ણ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આ રાજ્યએ 46 થી 65 હજાર વેતન સાથે મેટ્રોન ટ્રેન માટે ભરતી કરી જાહેર

Tags :
new flagNew Flag & Insignia Of Supreme Courtnew insigniaSupreme Court
Next Article