ગુજરાતનાં રાજકારણમાં 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નો ઉદય, Shankersinh Vaghela એ કહી આ વાત
- ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી
- પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો થયો ઉદય
- પાર્ટી પ્રમુખ તરીકે રિદ્ધિરાજસિંહ પરમારની નિમણૂક
- પૂર્વ CM Shankersinh Vaghela પાર્ટીનાં માર્ગદર્શક રહેશે
ગુજરાતનાં રાજકારણમાં (Gujarat Politics) વધુ એક રાજકીય પક્ષની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નો (Praja Shakti Democratic Party) ઉદય થયો છે. પાર્ટીનાં પ્રમુખ તરીકે રિદ્ધિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) પાર્ટીનાં માર્ગદર્શક રહેશે. પાર્ટીની જાહેરાત વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો - ફિલ્મ નિર્માતા Rajkumar Santoshi ને હાઈકોર્ટથી આ શરતે મળી મોટી રાહત
પાર્ટી પ્રમુખ તરીકે રિદ્ધિરાજસિંહ પરમારની નિમણૂક કરાઈ
ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. જો કે, આ પહેલા રાજ્યનાં રાજકારણમાં એક નવી પાર્ટીની જબરદસ્ત એન્ટ્રી થઈ છે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નો ઉદય થયો છે. માહિતી મુજબ, આ પાર્ટીનાં પ્રમુખ તરીકે રિદ્ધિરાજસિંહ પરમારને (Riddhirajsinh Parmar) જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ CM શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) પાર્ટીનાં માર્ગદર્શકની જવાબદારી સંભાળશે. દરમિયાન, શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) સિવાય મારી કોઇ પાર્ટી નહીં.
આ પણ વાંચો - Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે અકસ્માત, કારચાલકનો Video આવ્યો સામે, જાણો શું કહ્યું ?
આ પાર્ટીમાં પણ હું હજુ સભ્ય નથી થયો : શંકરસિંહ વાગેલા
શંકરસિંહ વાગેલાએ કહ્યું કે, આ પાર્ટીમાં પણ હું હજુ સભ્ય નથી થયો. કોઇના કહેવાથી મત તૂટતા નથી. પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવાર ઊભા રાખીશું. બીજી તરફ 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નાં પ્રમુખ રિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે, આદિવાસી સમાજને આગળ લઇ આવવાનો લક્ષ્ય છે. શિક્ષણ ક્ષેત્રે પણ આગળ લઇ આવવાની અમારી તૈયારી છે. 22 તારીખે બપોરે દોઢ વાગ્યે અડાલજ (Adalaj) ખાતે અમારી પાર્ટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારે પાર્ટીનાં એજન્ડા અને મુદ્દાઓ અંગે વધુ માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો - Surat : BJP મહિલા નેતાનો આપઘાત કેસ, PM રિપોર્ટમાં થયો આ મોટો ઘટસ્ફોટ!