ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગરીબોનું પેટ ભરતી 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના', 80 કરોડ લોકોને મળી રહ્યું છે નિશુલ્ક રાશન

આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય માત્રની પ્રાથમિક જરૂરિયાત એટલે અન્ન. ભારતીય સંસ્કૃતિમાં તો અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. ભૂખ્યાને ભોજન આપવું એ શ્રેષ્ઠ દાન છે અને અન્નદાનનો મહિમા દરેક દેશમાં, દરેક સમયાવધીમાં દરેક ઠેકાણે કહેવામાં આવ્યો છે. છેવાડા સુધીના...
12:09 PM Nov 28, 2023 IST | Hardik Shah

આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય માત્રની પ્રાથમિક જરૂરિયાત એટલે અન્ન. ભારતીય સંસ્કૃતિમાં તો અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. ભૂખ્યાને ભોજન આપવું એ શ્રેષ્ઠ દાન છે અને અન્નદાનનો મહિમા દરેક દેશમાં, દરેક સમયાવધીમાં દરેક ઠેકાણે કહેવામાં આવ્યો છે. છેવાડા સુધીના માણસોની સમસ્યાને સારી રીતે જાણનાર અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ એવા આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કોરોનાનાં કપરા કાળમાં ગરીબો ભૂખ્યા ન રહે તે માટે એક નવી પહેલ કરી અને શરૂ કરાવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના.

આપણા સંસ્કૃતિમાં અન્નનુંસ્થાન પૂજનીય છે. ત્યારે દેશના ગરીબો માટે અન્ન, જીવન અને સન્માનના ત્રિવેણી સંગમ સમીપ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કપરા કોરાનાકાળમાં પણ કોઈ ભૂખ્યું ન રહે તેવા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના સંવેદનશીલ અભિગમ સાથે સમગ્ર દેશમાં આરંભાયું વિનામૂલ્યે અન્ન વિતરણ અભિયાન. લોકડાઉન દરમિયાન પણ અંદાજે 80 કરોડ જનતાને વિનામૂલ્યે મળતો રહ્યો અન્ન પૂરવઠો. ગુજરાત સરકારે પણ લોકડાઉનના બીજા દિવસે નિર્ણય લઈ તમામ 68.80 લાખ એનએફએસએ કાર્ડધારકોની 3.36 કરોડ જનસંખ્યાને વિનામૂલ્યે અનાજ વિતરીત કર્યું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના પ્રથમ તબક્કાના અમલીકરણ બાદ કોરોનાની અસરને ધ્યાનમાં રાખતાં માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ યોજના જુલાઈથી નવેમ્બર એમ વધુ 5 મહિના માટે લંબાવવામાં આવી. આ યોજનાના તબક્કા 1 અને 2 અંતર્ગત રાજ્યના તમામ 68.80 લાખે એનએફએસએ કાર્ડધારકોને અન્ન પૂરવઠાના વિતરણની વ્યવસ્થા કરાઈ. કોરોનાની બીજી લહેરને ધ્યાને લેતાં આ યોજનાના ત્રીજા તબક્કા અંતર્ગત મે અને જૂન માસ દરમિયાન એનએફએસએ કાર્ડધારકોને તેમને મળવાપાત્ર રાહતદરના રાશનના લાભ ઉપરાંત પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલો વધારાનું અનાજ વિનામૂલ્યે અપાયું.

વૈશ્વિક મહામારી કોરોનાથી પ્રભાવિત દેશવાસીઓના જીવન અને જીવીકાને સહારો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત એપ્રિલ 2020માં કરવામાં આવી જેમાં દેશના 80 કરોડ લોકોને નિશુલ્ક રાશન આપવામાં આવે છે. આજે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીનું એક વિઝન સબકો રાશન, સબકો પોષણ સાકાર થઈ રહ્યું છે. ગુજરાતમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને ગુજરાતનાં મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યના જરૂરિયાતમંદોને અન્ન સુરક્ષા અને પોષણ સુરક્ષા પૂરી પાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્યના ગરીબ અને છેવાડાના માનવીના ઘરમાં બે ટંકનું પોક્ષણયુકત ભોજન મળી રહે તેની સરકારે સતત ચિંતા કરી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં રાજ્યની છેવાડાના સામાન્ય નાગરિકને કેન્દ્રસ્થાને રાખીને આગામી વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ. ૬૩૯.૧૪ કરોડ એટલે કે, ૪૨ ટકા જેટલો વધારા સાથે કુલ રૂ. ૨,૧૬૫.૧૪ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના કરોડો ગરીબોને વિનામૂલ્યે અનાજ આપતી “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” (PMGKAY)ને વધુ ૧૨ માસ એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર, ૨૦૨૩ સુધી લંબાવીને કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય કલ્યાણની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યના જરૂરિયાતમંદ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ “અંત્યોદય" તથા “અગ્રતા ધરાવતા કુટુંબો” મળી કુલ ૭૧ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની ૩.૪૮ કરોડ જનસંખ્યાને દર માસે ઘઉં તથા ચોખાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સમયસર સુચારૂ અને સુદ્રઢ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યની ૧૭,૦૦૦ કરતા વધુ વાજબી ભાવની દુકાનેથી દર માસે મળવાપાત્ર વિતરણ-પ્રમાણ મુજબ રાહત ભાવથી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.

નાણાંકીય વર્ષ 2020-21માં આ યોજના માટે 1,13,185 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં 1,47,212 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમજ નાણાંકીય વર્ષ 2022-23 માટે 1,30,600 કરોડ રૂપિયાની જાહેરાત કરવામમાં આવી હતી.ગુજરાતના લાખો પરિવારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સંજીવની બની છે. લાભથીઓ મોદી સરકારનો આભાર વ્યક્ત કરી રહી છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ” ના આદર્શો માટે પ્રતિબદ્ધ છે. સરકાર સમાજના ગરીબ અને સીમાંત વર્ગના સર્વગ્રાહી કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા દેશના તમામ નાગરિકોને મૂળભૂત જરૂરિયાતો સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. આનો હેતુ પિરામિડના તળિયે છેલ્લી વ્યક્તિની સેવા કરવાનો છે.

આ પણ વાંચો - Man ki Baat : મુંબઇ એટેકથી લઇ લગ્નની ખરીદી સુધીની વાત કરી PM MODI એ…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstNarendra Modipm modipm narendra modiPoor PeoplePradhan Mantri Garib Kalyan Anna Yojana
Next Article