Porbandar: કૉસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યૂ, દરિયામાં 50 કિમી દુર ક્રૂ મેમ્બરને હેલિકૉપ્ટરની મદદથી કરાયો એરલિફ્ટ
પોરબંદરમાં કૉસ્ટગાર્ડનો દિલધકડ રેક્સ્યૂ કરતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે ઇમર્જન્સી રેસ્ક્યૂ કર્યુ હતુ, આ રેસ્ક્યૂમાં કૉસ્ટગાર્ડ ક્રૂ મેમ્બરને બચાવી લીધો હતો, અને બાદમાં તેને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે દરિયાની વચ્ચે એટલે કે પોરબંદરથી મધદરિયે 50 કિમી દુર એમટી સેલિબીલટન કૉપલ હેન્ગલ જહાજમાંથી ક્રૂ મેમ્બરે મદદ માંગી હતી, આ ક્રૂ મેમ્બર કાર્ગો જહાજમાં અચાનક તબિયત લથડી પડતા તે ફસાઇ ગયો હતો અને મદદ માંગી હતી. આ પછી પોરબંદર કૉસ્ટગાર્ડે મધદરિયે જઇને જબરદસ્ત ઇમર્જન્સી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ ક્રૂ મેમ્બરને કૉસ્ટગાર્ડ દ્વારા બાદમાં હેલિકૉપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને સારવાર માટે સિવિલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-MONSOON2023 :રાજ્યમાં 4 દિવસ મેઘમહેર, આજે આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ