Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar : કુખ્યાત Bhima Dula ને ફરી એકવાર મળ્યા જામીન

Porbandar નાં કુખ્યાત ભીમા દુલાને ફરી એકવાર મોટી રાહત  જજે ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર કરી જામીન આપ્યા પ્રોહિબિશનનાં કેસમાં આજે જજના નિવાસસ્થાને કરાયો હતો રજૂ ગઈકાલે રાણાવાવ પોલીસે દારૂના કેસમાં કરી હતી ધરપકડ પોરબંદરનાં (Porbandar) કુખ્યાત ભીમા દુલા (Bhima...
porbandar   કુખ્યાત bhima dula ને ફરી એકવાર મળ્યા જામીન
  1. Porbandar નાં કુખ્યાત ભીમા દુલાને ફરી એકવાર મોટી રાહત 
  2. જજે ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર કરી જામીન આપ્યા
  3. પ્રોહિબિશનનાં કેસમાં આજે જજના નિવાસસ્થાને કરાયો હતો રજૂ
  4. ગઈકાલે રાણાવાવ પોલીસે દારૂના કેસમાં કરી હતી ધરપકડ

પોરબંદરનાં (Porbandar) કુખ્યાત ભીમા દુલા (Bhima Dula) અંગે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. પ્રોહિબિશનનાં કેસમાં (Prohibition Case) ભીમા દુલા ઓડેદરાને આજે જજનાં નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, આજે પણ જજે ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર કરીને જામીન આપ્યા છે. ગઈકાલે રાણાવાવ પોલીસે (Ranawav Police) દારૂના કેસમાં ભીમા દુલાની ધરપકડ કરી હતી. અગાઉ શુક્રવારે મારામારીનાં કેસમાં ભીમા દુલાની ધરપકડ થઈ હતી, જ્યારે શનિવારે ભીમા દુલાને કોર્ટે જામીન પણ આપ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Porbandar : કુખ્યાત Bhima Dula ફરી એકવાર પોલીસનાં સંકજામાં! હવે આ કેસમાં થઈ અટકાયત

Advertisement

પ્રોહિબિશનનાં કેસમાં પણ મળ્યા જામીન

પોરબંદરમાં (Porbandar) કુખ્યાત ગેંગનાં લીડર Bhima Dula ને ફરી એકવાર મોટી રાહત મળી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાને (Bhima Dula Odedara) ગઈકાલે રાણાવાવ પોલીસે ફરી એકવાર સકંજામાં લીધો હતો. પ્રોહિબિશનનાં એક કેસમાં ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી મુજબ, ધરપકડ બાદ આજે લગભગ બપોરે 3 કલાકે જજનાં નિવાસસ્થાને ભીમા દુલાને રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, જજે ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર કરી જામીન આપ્યા છે. આમ, કુખ્યાત ભીમા દુલાને એક વાર ફરી મોટી રાહત મળી છે.

આ પણ વાંચો - Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા અંગે મોટા સમાચાર, ગઈકાલે ધરપકડ, આજે જામીન!

Advertisement

અગાઉ મારામારીનાં કેસમાં મળ્યા હતા જામીન

જણાવી દઈએ કે, અગાઉ શુક્રવારે મારામારીનાં કેસમાં ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગતરોજ એટલે કે શનિવારે ભીમા દુલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હથિયાર અને મારમારીનાં કેસમાં ઝડપાયેલા ભીમા દુલા ઓડેદરાને કોર્ટે (Bhima Dula) જામીન આપતા તે મુક્ત થયો હતો. પરંતુ, ત્યાર બાદ પોલીસે તેની અન્ય પ્રોહિબિશનનાં કેસમાં ધરપકડ કરી હતી. બીજી તરફ હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે ભીમા દુલા ઓડેદરાનાં પુત્ર લખમણ ઓડેદરા (Lakhman Odedara) અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે પણ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં (Ranawav Police) ગુનો નોંધાયો હતો. ભીમા દુલાનો પુત્ર લખમણ દુલા ઓડેદરા પોરબંદરના (Porbandar) માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન તરીકે કામગીરી કરે છે. તેની પાસે નિયમ કરતા વધારે કારતૂસ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો - Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે દાખલ થયો ગુનો, જાણો કારણ

Tags :
Advertisement

.