Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Poonch Attack : સુરક્ષા દળોએ 6 સ્થાનિક લોકોની કરી અટકાયત, હુમલામાં હાથ હોવાની શંકા...

જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir)ના પુંછ (Poonch) જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં સુરક્ષા દળોએ છ સ્થાનિક લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થાનિક લોકો પર આતંકીઓને હુમલામાં મદદ કરવાની આશંકા છે. હુમલામાં...
01:41 PM May 05, 2024 IST | Dhruv Parmar

જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir)ના પુંછ (Poonch) જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં સુરક્ષા દળોએ છ સ્થાનિક લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થાનિક લોકો પર આતંકીઓને હુમલામાં મદદ કરવાની આશંકા છે. હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું.

આ હુમલો શનિવારે સાંજે 6.15 કલાકે પુંછ (Poonch)ના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. ચાર આતંકવાદીઓએ સનાઈ ટોપ તરફ જઈ રહેલા સુરક્ષા દળોના બે વાહનો પર ગોળીબાર કર્યો હતો. આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું. હુમલા બાદ આતંકીઓ જંગલમાં ભાગી ગયા હતા. તેના હાથમાં એકે એસોલ્ટ રાઈફલ્સ હતી. એરફોર્સ, આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ગરુડ ફોર્સ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પુંછ (Poonch) રાજૌરી-અનંતનાગ લોકસભા સીટમાં આવે છે. અહીં 25 મી મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ...

એરફોર્સના કાફલા પર હુમલા પાછળના આતંકવાદીઓને પકડવાનું ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ છે. આ જોતા સુરક્ષા દળોએ આતંકવાદીઓને મદદ કરવાની શંકાના આધારે પૂછપરછ માટે છ સ્થાનિક લોકોની અટકાયત કરી છે. આ દરમિયાન શાહસિતાર, ગુરસાઈ, સનાઈ અને શિંદ્રા ટોપ સહિત અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હુમલા બાદ આતંકીઓ જંગલમાં ભાગી ગયા છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.

સુરનકોટમાં પણ સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો...

આ પહેલા 21 ડિસેમ્બર 2023 ના રોજ પણ આતંકવાદીઓએ સુરનકોટમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલાની જવાબદારી પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ અથવા PAFF દ્વારા લેવામાં આવી હતી. સેનાના અધિકારીઓને શંકા છે કે શનિવારે સાંજે થયેલા હુમલામાં આ જ સંગઠન સામેલ છે. PAFF એ લશ્કર-એ-તૈયબાની શાખા છે.

આ પણ વાંચો : Bihar : બાહુબલી Anant Kumar Singh જેલમાંથી બહાર આવ્યા, મુંગેરમાં ચૂંટણીનું તાપમાન વધ્યું…

આ પણ વાંચો : Akhilesh Yadav ના રોડ શોમાં સપા સમર્થકોએ લગાવ્યા અભદ્ર નારા, મહારાણા પ્રતાપની પ્રતિમા પર પણ ચઢ્યા…

આ પણ વાંચો : Prajwal Revanna સામે ‘બ્લુ કોર્નર નોટિસ’ જારી કરવાની તૈયારી, થઇ શકે છે ધરપકડ!

Tags :
attack on Indian Air Force convoyGujarati NewsIndiajammu kashmir newsJammu-KashmirNationalpoonch terror attackterror attack
Next Article