ગ્યાસુદ્દીન શેખના એક ટવીટથી રાજકારણ ગરમ, શું બદલાઇ શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ?
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાય તેવી ચર્ચાઓ મજબુત બની છે.. મહત્વપૂર્ણ છે કે ગઇકાલે સાંજે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા.. આ દરમ્યાન કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખના એક ટવીટે હલચલ મચાવી દીધી.. ગ્યાસુદ્દીને શેખે પોતાના ટવીટમાં લખ્યુ હતું કે આદરણીય ખરગેજી, રાહુલ ગાંધીજી અને પ્રિયંકા ગાંધીજી હાઇકમાન્ડે પોતાની વિવેક બુદ્ધિ અને સર્વેના આધાર પર કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ, જમીની સ્તરના કાર્યકર્તાને સન્માન આપનાર,લોક સમસ્યાને લઇને સંઘર્ષ કરવાની ક્ષમતા રાખનાર વ્યક્તિને ગુજરાતના અધ્યક્ષ બનાવવા જોઇએ.
કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખના એક ટ્વિટથી ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. તેમણે આ ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખ જગદીશ ઠાકોરની ક્ષમતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તેમના બની રહેવા સામે સવાલ ઉભા કર્યા હોય તેવી સ્થિતિ બની છે. તેવાં સમયમાં ગઈકાલે સાંજે કોંગ્રેસ નેતાઓની દિલ્હીમાં બેઠકો વચ્ચે હવે ગુજરાતમાં આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ બદલાય તેવી ચર્ચા તેજ બની છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં બેઠક આ તરફ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં બેઠક મળી છે. વિગતો મુજબ ગઈકાલે મોડી સાંજે કોંગ્રેસના નેતાઓએ મલ્લિકાર્જૂન ખડગે સાથે બેઠક કરી હતી. જેમાં સિનિયર નેતાઓએ ગુજરાત કોંગ્રેસના પ્રભારીની નિયુક્તિની માગ કરી હોવાનું સામે આવ્યું છે. આ બેઠકમાં ભાગ લેવા અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી બાદ પ્રભારી પદેથી રઘુ શર્માએ રાજીનામુ આપ્યુ હતુ. આ તરફ હવે પ્રભારીની નિયુક્તિ બાદ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનાત્મક બદલાવ પણ સંભવ છે.