Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ratan Tata ને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે ગુજરાતમાં રાજકીય શોક

રતન ટાટાના અવસાનને લઈને ગુજરાતમાં રાજકીય શોક ગુજરાતમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર તમામ જાહેર, સરકારી કાર્યક્રમો આજના દિવસના મોકૂફ રખાયા ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક દિવસનાં શોકની જાહેરાત દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ 86 વર્ષીય ચેરમેન...
ratan tata ને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે ગુજરાતમાં રાજકીય શોક
  1. રતન ટાટાના અવસાનને લઈને ગુજરાતમાં રાજકીય શોક
  2. ગુજરાતમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર
  3. તમામ જાહેર, સરકારી કાર્યક્રમો આજના દિવસના મોકૂફ રખાયા
  4. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક દિવસનાં શોકની જાહેરાત

દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ 86 વર્ષીય ચેરમેન રતન ટાટાએ (Ratan Tata) ગત મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાના નિધનથી દેશ સહિત સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઝારખંડ (Jharkhand) અને મહારાષ્ટ્રમાં એક દિવસનાં શોકની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ રાજકીય શોકની જાહેરાત કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Ratan Tata ના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક, સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ, જુઓ Video

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક દિવસના શોકની જાહેરાત

દેશનાં રત્ન એવા રતન ટાટાના (Ratan Tata) અવસાનથી સમગ્ર દેશમાં ગમગીની છવાઈ છે. તેમને થોડા દિવસ પહેલા ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે મુંબઈની (Mumbai) બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગત મોડી રાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ રાજકીય શોક (Political Mourning) જાહેર કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - CM એ ભારતના 'રતન' ને આપી શ્રદ્ધાંજલિ

Advertisement

ગુજરાતમાં રાજકીય શોક, જાહેર, સરકારી કાર્યક્રમો આજે મોકૂફ

ઉદ્યોગપતિ અને પદ્મવિભૂષણ રતન ટાટાના (Ratan Tata) અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તમામ જાહેર, સરકારી કાર્યક્રમો આજના દિવસે મોકૂફ રખાયા છે. એટલે કે આજે કોઈ પણ જાહેર, સરકારી કાર્યક્રમો યોજાશે નહીં. જણાવી દઈએ કે, સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં લોકોએ પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યાં હતા. રાજકીય સન્માન સાથે રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો - VADODARA : ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી શહેરની મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

Tags :
Advertisement

.