ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના આ Neighboring country માં પણ તખ્તાપલટના એંધાણ

પાડોશી દેશ બાંગ્લાદેશમાં તખ્તાપલટ થયા બાદ અન્ય એક પાડોશી દેશમાં પણ રાજકીય ઉથલ પાથલ થવાના ભણકારા માલદીવમાં પણ રાજકીય સંકટ ઘેરાવા લાગ્યું બળવાના ભયથી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પરેશાન Neighboring country : તાજેતરમાં ભારતના પાડોશી દેશ (Neighboring country ) બાંગ્લાદેશમાં...
09:50 AM Aug 30, 2024 IST | Vipul Pandya
crisis in Maldives

Neighboring country : તાજેતરમાં ભારતના પાડોશી દેશ (Neighboring country ) બાંગ્લાદેશમાં તખ્તાપલટ થયા બાદ ભારતના અન્ય એક પાડોશી દેશમાં પણ રાજકીય ઉથલ પાથલ થવાના ભણકારા વાગી રહ્યા છે જે ભારત માટે ચિંતાનો વિષય છે. અહેવાલો મુજબ પાડોશી દેશ બાંગ્લાદેશ બાદ માલદીવમાં પણ રાજકીય સંકટ ઘેરાવા લાગ્યું છે. ત્યાં પણ બળવો થઈ શકે છે અને બળવાના ભયથી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પરેશાન થઇ ગયા છે.

સરકારને ઉથલાવી દેવા માંગે છે

મુઇઝુએ વિપક્ષ પર આર્થિક બળવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. મુઈઝુનું કહેવું છે કે વિપક્ષ આર્થિક બળવાની તૈયારી કરી રહ્યો છે, તે સરકારને ઉથલાવી દેવા માંગે છે અને તેમણે વિપક્ષને આ અંગે ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું છે કે જો કોઈ તેમની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર વિચારશે અથવા રચશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો----શું PM મોદી Pakistan જશે? આ મોટી બેઠક માટે પડોશી દેશે મોકલ્યું આમંત્રણ...

મોટી રમત રમાવાની આશંકા

અહેવાલ મુજબ, માલદીવની સરકારી બેંક ઓફ માલદીવ્સે MVR ખાતાઓ સાથે જોડાયેલા વર્તમાન અને નવા ડેબિટ કાર્ડ્સથી વિદેશી વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે, સ્ટાન્ડર્ડ અને ગોલ્ડ ક્રેડિટ કાર્ડની માસિક મર્યાદા પણ ઘટાડીને $100 કરવામાં આવી છે. જો કે, આ નિર્ણય થોડા કલાકોમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ સત્તાધારી પીપલ્સ નેશનલ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. જ્યાં મુઈઝુએ કહ્યું કે જેવી પરિસ્થિતિની જાણ થઈ, તેમંણે પોતાના મંત્રીઓ સાથે મળીને બેંકના મુદ્દાનો ઉકેલ શોધવા માટે કામ કર્યું. બેંકનો નિર્ણય તેમની સલાહ વિરુદ્ધ હતો. બેંક ઓફ માલદીવનો નિર્ણય તેમના આદેશ છતાં જાહેર કરવામાં આવ્યો હતો, જેની તપાસ કરવામાં આવશે. મુઈઝુની મીટિંગ બાદ બેંકમાં તપાસ શરૂ થઈ ગઈ છે. આ ઘટના અંગે મુઈઝુએ કહ્યું કે કેટલાક પસંદગીના લોકોએ સંપૂર્ણ વ્યૂહરચના મુજબ આર્થિક બળવો કરવાનો પ્રયાસ કર્યો. અહીં જે કાંઈ થયું છે, થોડીવાર વિચાર્યા પછી આખો મામલો સમજાશે. આ કોઈ શંકા વિના બળવાનો પ્રયાસ હતો.

હવે આ પાડોશી દેશમાં બળવાની તૈયારી

તેમણે કહ્યું કે ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે સરકાર દ્વારા નિયંત્રિત બેંકે આવો નિર્ણય કેમ લીધો, પરંતુ તેઓ જાણતા ન હતા કે BMLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર પાસે બહુમતી નથી. હાલમાં માત્ર ચાર સરકારી ડિરેક્ટરો છે અને બાકીના પાંચ ડિરેક્ટરો સરકાર સાથે સંકળાયેલા નથી. તેથી અમારી પાસે બહુમતી નથી. અમે બે ડિરેક્ટર્સ નોમિનેટ કર્યા છે, પરંતુ તેમની નિમણૂકમાં થોડા અઠવાડિયા લાગશે. મુઈઝુના આ આરોપ પર વિપક્ષે પણ પ્રતિક્રિયા આપી છે. વિપક્ષે મુઈઝુના આરોપોને વાહિયાત ગણાવ્યા છે. માલદીવની મુખ્ય વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ ફૈયાઝ ઈસ્માઈલે કહ્યું કે આ ઘટનાક્રમ દર્શાવે છે કે સરકારની અંદર રાષ્ટ્રપતિ મુઈઝુને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમસ્યા સરકારની જ છે, અંદર કંઈક થઈ રહ્યું છે. આમાં બાહ્ય શક્તિઓની કોઈ ભૂમિકા નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમે આગામી થોડા દિવસોમાં તખ્તાપલટને જોઈ શકીએ છીએ.

આ પણ વાંચો----Russia Ukraine war : પુતિનને છૂટ્યો પરસેવો, યુક્રેનનો રશિયન જમીન પર કબજો

Tags :
BangladeshIndiaInternationalMaldivesNeighboring countryPolitical crisis in Maldivesrebellion
Next Article