Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના જાણીતા Mandli ના ગરબામાં થયું ફાયરિંગ, જાણો શું હતી સમગ્ર ઘટના

Mandli : ગરબામાં ફાયરિંગ થયાની જાણકારી મળતા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અમદાવાદના છેવાડે ઓગણજ ખાતે જાણીતા 'મંડળી' (Mandli) ના ગરબામાં ફાયરિંગની ઘટના શહેરીજનોમાં હૉટ ટૉપિક બની છે. કોણે અને કેમ કરવું પડ્યું...
અમદાવાદના જાણીતા mandli ના ગરબામાં થયું ફાયરિંગ  જાણો શું હતી સમગ્ર ઘટના

Mandli : ગરબામાં ફાયરિંગ થયાની જાણકારી મળતા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અમદાવાદના છેવાડે ઓગણજ ખાતે જાણીતા 'મંડળી' (Mandli) ના ગરબામાં ફાયરિંગની ઘટના શહેરીજનોમાં હૉટ ટૉપિક બની છે. કોણે અને કેમ કરવું પડ્યું ફાયરિંગ ? વાંચો આ અહેવાલ...

Advertisement

ગરબા દરમિયાન શું બની ઘટના ?

આજે સવારે લગભગ સવા છ વાગે Mandli ગરબામાં લોકો ઢોલના તાલે ઝૂમી રહ્યાં હતા. દરમિયાનમાં અચાનક જ બે જૂથ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા ટોળા એકઠાં થઈ ગયા હતા. બે જૂથના લોકોએ ઉગ્રતા પકડતા સિક્યુરિટી સ્ટાફ અને બાઉન્સર દોડી આવ્યા હતા. એક જૂથને બાજુમાં બોલાવીને સિક્યુરિટી સ્ટાફ વાતચીત કરતો હતો ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. આ સમયે ત્યાં હાજર સિક્યુરિટી ઈન્ચાર્જે પોતાની પાસે રહેલી રિવૉલ્વરમાંથી હવામાં ફાયરિંગ (Private Firing) કરી દેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગ કરનારા શખ્સને બાઉન્સરોએ સ્થળ પરથી ખેંચી જઈને દૂર લઈ ગયા હતા.

Advertisement

શા માટે થયું હતું ફાયરિંગ?

રાજ્યની એક જાણીતી ન્યૂઝ ચેનલના પત્રકાર Mandli માં ગરબે રમવા ગયા હતા. સવારે 6.13 કલાકે તેઓ ઘરે પરત ફરવા નીકળી રહ્યા હતા ત્યારે તેમની હાજરીમાં સમગ્ર ઘટના બની હતી. ગરબામાં ખાનગી ફાયરિંગની ઘટનાના સમાચારે લોકોનો ઉંઘ ઉડાડી દીધી હતી.

Advertisement

આ પણ વાંચો - ચોરી કરવા ચોર Police ને આપે છે હપ્તા, ઝડપાયેલા ચોરની કબૂલાત

પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

સમાચાર માધ્યમોમાં ખાનગી ફાયરિંગની ઘટનાએ સવાર-સવારમાં ગરમી લાવી દીધી હતી. ઘટનાની સત્યતા તપાસવા ગાંધીનગરથી આદેશ છૂટતા અમદાવાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) ના પીઆઈ, સ્થાનિક ACP, DCP અને એડીશનલ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ પૂછપરછ દરમિયાન ફાયરિંગની ઘટના સાચી હોવાની વાત સામે આવી હતી. સિક્યુરિટી ઈન્ચાર્જ હર્ષદીપસિંહ રાણા (Harshdeepsinh Rana) એ પોતાની રિવૉલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો - FBI : નકલી કોલ સેન્ટરનું ગુજરાત કનેકશન, અમેરિકન નાગરિકોને છેતરતી ટોળકીના 26ની CBI એ કરી ધરપકડ

ફાયરિંગ કરનાર હર્ષદીપસિંહ રાણા કોણ છે ?

હર્ષદીપ રાણાના પિતા અમદાવાદ શહેરમાં PI તરીકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) અને દાણીલીમડા પોલીસ સ્ટેશન (Danilimda Police Station) માં તેમજ મદદનીશ પોલીસ કમિશનર તરીકે વિશેષ શાખામાં ફરજ બજાવી ચૂક્યા છે. વિશેષ શાખામાં ફરજ બજાવતા એસીપી એમ. કે. રાણા (M K Rana ACP) ને તત્કાલિન પોલીસ કમિશનરે PCB PI ના ખાલી સ્થાને એક અતિ વિશેષ ચાર્જ આપ્યો હતો. એમ. કે. રાણા ગાંધીનગર એસડીપીઓ (Gandhinagar SDPO) ના સ્થાનેથી બેએક વર્ષ અગાઉ નિવૃત્ત થયા છે અને હાલ NFSU માં સિક્યુરિટી ઑફિસર તરીકે નોકરી કરી રહ્યાં છે.

આ પણ વાંચો - Adani: ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, અંબુજાના પાપ સામે જનતાનો હલ્લાબોલ!

Tags :
Advertisement

.