Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : સંકટ સમયે 102 વર્ષના દિવ્યાંગ માજીને પોલીસે શેલ્ટર હોમમાં ખસેડ્યા

મહામારી હોય કે વાવાઝોડાનું સંકટ ખાખી રંગ હંમેશા લોકોમાં લોકોની મદદે દોડ્યો છે. ગુજરાત પોલીસના જવાનો આફતના સમયે લોકોની વ્હારે આવે છે. હાલ Cyclone Biparjoy ની સ્થિતિમાં દરિયાકિનારાના સ્થળોએથી લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં...
kutch   સંકટ સમયે 102 વર્ષના દિવ્યાંગ માજીને પોલીસે શેલ્ટર હોમમાં ખસેડ્યા

મહામારી હોય કે વાવાઝોડાનું સંકટ ખાખી રંગ હંમેશા લોકોમાં લોકોની મદદે દોડ્યો છે. ગુજરાત પોલીસના જવાનો આફતના સમયે લોકોની વ્હારે આવે છે. હાલ Cyclone Biparjoy ની સ્થિતિમાં દરિયાકિનારાના સ્થળોએથી લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં ચાલી નહી શકતા 102 વર્ષના માજીને પોલીસે ખુરશીમાં બેસાડી ખુરશી ઉંચકી પોલીસવાનમાં સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે.

Advertisement

102 વર્ષના દિવ્યાંગ માજીનું સ્થળાંતર

મળી રહેલી વિગતો અનુસાર કચ્છના સર્વા લેબર કેમ્પમાં ચેકીંગ દરમિયાન સ્થળાંતર નહી થયેલા 102 વર્ષના દિવ્યાંગ વૃદ્ધા તથા એમના 65 વર્ષના દીકરાને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

પોલીસની કામગીરી સરાહનિય

વાવાઝોડાના સંકટ સમયે કચ્છ જીલ્લામાં ચાલી રહેલી તંત્રની સતત કામગીરી કરી રહ્યું છે ગુજરાત પોલીસના જવાનો દ્વારા પણ સતત રાઉન્ડ ધ ક્લોક લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે ત્યારે કચ્છના આ દ્રશ્યએ ખાખીના રંગને ઉજળો કર્યો છે.

Advertisement

આ પણ વાંચો : બિપરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં વર્તાવશે કાળો કેર : IMD

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.