ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Police Recruitment : પોલીસ ભરતીમાં શારિરીક કસોટી અંગે હસમુખ પટેલે આપી આ માહિતી!

Police Recruitment ની તૈયારીઓ અંગે બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ શારીરિક કસોટીનાં 10 દિવસ પહેલા કોલ લેટર ઇસ્યૂ કરાશે 25 નવેમ્બરની આસપાસ શારિરીક કસોટી લેવામાં આવશે પરીક્ષા આપનાર શારીરિક કસોટીની તૈયારીઓ ચાલૂ રાખે રાજ્યમાં પોલીસ ભરતી (Gujarat Police Recruitment)...
10:34 PM Oct 23, 2024 IST | Vipul Sen
  1. Police Recruitment ની તૈયારીઓ અંગે બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ
  2. શારીરિક કસોટીનાં 10 દિવસ પહેલા કોલ લેટર ઇસ્યૂ કરાશે
  3. 25 નવેમ્બરની આસપાસ શારિરીક કસોટી લેવામાં આવશે
  4. પરીક્ષા આપનાર શારીરિક કસોટીની તૈયારીઓ ચાલૂ રાખે

રાજ્યમાં પોલીસ ભરતી (Gujarat Police Recruitment) પરીક્ષાનાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (IPS Hasmukh Patel) ટ્વીટ કરી માહિતી શેર કરી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, શારીરિક કસોટીનાં 10 દિવસ પહેલા કોલ લેટર ઇસ્યૂ કરવામાં આવશે. જ્યારે શારિરીક કસોટી 25 નવેમ્બરની આજુબાજુ શરૂ થવાની સંભાવના છે.

 આ પણ વાંચો - Surat : 2 કરોડથી વધુની કિંમતનાં MD ડ્રગ્સ મામલે મોટો ઘટસ્ફોટ! DCP એ આપી આ માહિતી

શારીરિક કસોટીના 10 દિવસ પહેલા કોલ લેટર ઇસ્યૂ થશે

રાજ્યમાં મોટી સંખ્યામાં યુવાનો પોલીસ ભરતીની (Gujarat Police Recruitment) આતુરતાની રાહ જોતા હોય છે. ત્યારે હવે પોલીસ ભરતી માટે થતી શારિરીક કસોટીને (Physical Exam) લઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (IPS Hasmukh Patel) ટ્વીટ કરી ઉમેદવારો સાથે માહિતી શેર કરી છે. અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી લખ્યું કે, પોલીસ ભરતીની શારીરિક કસોટીનાં કોલ લેટર કસોટી શરૂ થવાનાં આશરે 10 દિવસ પહેલા બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad માં 'મોતનું બૉર્ડ' ! અકસ્માતનાં હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

કસોટી 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થવાની સંભાવના

વધુમાં લખ્યું કે, કસોટી 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થવાની સંભાવના છે. આથી, ઉમેદવારો શારિરીક કસોટીમાં પાસ થવા માટે જરૂર પ્રમાણે તૈયારી ચાલુ રાખે. અન્ય એક ટ્વીટમાં હસમુખ પટેલે લખ્યું કે, ઘણા ઉમેદવારોએ ઉત્તરવહીમાં ખોટી જગ્યાએ પ્રશ્નોનાં જવાબ લખેલ હોઇ મોડ 3 ની પરીક્ષાનાં ગુજરાતી પ્રશ્નપત્રની ચકાસણીમાં વિલંબ થઈ રહ્યો છે. દિવાળી પહેલા પરિણામ આપવા પ્રયત્ન ચાલુ છે.

 આ પણ વાંચો - Ahmedabad : 'Digital Arrest' રેકેટમાં વધુ એક ગેંગનો પર્દાફાશ! વૃદ્ધા પાસેથી રૂ.1.26 કરોડ પડાવ્યાં!

Tags :
Breaking News In GujaraticandidatesGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Police Recruitment BoardGujarati breaking newsGujarati NewsIPS Hasmukh PatelLatest News In GujaratiNews In Gujaratiphysical testPOLICE EXAM
Next Article