Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : " મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી"

Surat : સુરત (Surat )ના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી છે. Surat મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે આજ...
surat     મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી

Surat : સુરત (Surat )ના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી છે. Surat મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે આજ રોજ સુરત (Surat ) સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે " મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી" તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સ્યુસાઇડ નોટમાં કરેલા ઉલ્લેખ ઉપરથી કયા વ્યક્તિના નામનો આ ઉલ્લેખ કરાયો છે તે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે.

Advertisement

મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત

સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી વર્ષાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટ ના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો હતો. સિંગણપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સ્યુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ

મંગળવારે પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહનો કબ્જો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જે દરમિયાન સુરત પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજનોએ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે..

Advertisement

પોલીસ તટસ્થ તપાસ કરશે તો આપઘાતનું કારણ બહાર આવશે

મૃતકના કાકા નરેન્દ્ર ભાઈ નાથુએ જણાવ્યું હતું કે, સ્યુસાઈડ નોટમાં કયા વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તેની તપાસ કરવામાં આવે. પોલીસ તટસ્થ તપાસ કરશે તો આપઘાતનું કારણ બહાર આવશે. કોના કારણે આપઘાત કરવા મહિલા
પોલીસકર્મી પ્રેરાઈ તેની તપાસ કરવી જરૂરી છે. પરિવારે કરેલી ન્યાયિક તપાસની માગના પગલે પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો

સિંગણપોર પોલીસની તપાસમાં મળી આવેલ સ્યુસાઈડ નોટમાં માતા અને બહેન નો ઉલ્લેખ કરી લખ્યું હતું કે, મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે..પોલીસે કોના પર વિશ્વાસ હતો જે તૂટી ગયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે..જે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે છે.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુરતના સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી

મહત્વનું છે કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુરતના સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલે એવી તો શું મજબૂરી હતી કે આપઘાત કરવાની ફરજ પડી ? જે સૌથી મોટો તપાસનો વિષય હાલ પોલીસ માટે બની રહે છે. સ્યુસાઇડ નોટ અને પોલીસની તપાસ પર હવે સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં હવે કયા નવા ખુલાસા મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત ને લઈ બહાર આવે છે.

અહેવાલ-----રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત 

આ પણ વાંચો----- Tapi : RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ ફરાર!

આ પણ વાંચો----- Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું – શહેરમાં બનતી દરેક ઘટના…

આ પણ વાંચો----- દેશના પોલીસ ઈતિહાસની પ્રથમ ઘટના, બે સગાભાઈ DGP

Tags :
Advertisement

.