Mann Ki Baat માં વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન મિશનના વખાણ કર્યાં, જાણો શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં દેશને સંબોધિત કરતા કહ્યું કે, મને યાદ નથી કે એવું ક્યારેય બન્યું હોય કે શ્રાવણ મહિનામાં મન કી બાત કાર્યક્રમ બે વાર યોજાયો હોય. શ્રાવણ એટલે મહાશિવનો મહિનો. ઉજવણી અને આનંદનો મહિનો. PM મોદીએ કહ્યું કે, ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે. ચંદ્રયાનને ચંદ્ર પર પહોંચ્યાને 3 દિવસ થઈ ગયા છે.
વખાણ કરીએ એટલા ઓછા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યાં આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ચંદ્રયાન મિશનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, આ ઉપલબ્ધિ વિશે જેટલી વાત કરવામાં આવે તેટલી ઓછી છે. 23મી ઓગસ્ટના ભારતે ભારતના ચંદ્રયાનથી તે સાબિત કરી દીધું છે કે, સંકલ્પના સુર્ય ચંદ્ર પર પણ ઉગે છે. આ મિશનનો એક પક્ષ એવો પણ રહ્યો જેની આજે હું તમારી સૌ સાથે ચર્ચા કરવા માંગુ છું.
મહિલાઓનું યોગદાન
તેમણે કહ્યું કે, તમને યાદ હશે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આપણે વીમેન લેડ ડેવલપમેન્ટને આગળ વધારવાનું છે. ભારતનું મિશન ચંદ્રયાન નારી શક્તિનું પણ જીવંત ઉદાહરણ છે. આ સમગ્ર મિશનમાં અનેક મહિલા વૈજ્ઞાનિકો સીધી રીતે જોડાયેલી રહી. તેમણે અલગ-અલગ સિસ્ટમના પ્રોજેક્ટ ડાયરેક્ટર, પ્રોજેક્ટ મેનેજલરની જવાબદારી સંભાળશે. ભારતની દિકરીઓ હવે અનંત અંતરિક્ષમાં પણ યોગદાન આપી રહી છે. આજે આપણ સપનાઓ મોટા છે અને પ્રયાસ પણ મોટા છે.
સૌના પ્રયાસોથી સફળતા
તેમણે કહ્યું, ચંદ્રયાન-3ની સફળતામાં અમારા વૈજ્ઞાનિકો સાથે અલગ-અલગ સેક્ટરની ભૂમિકા રહી છે. જ્યારે સૌનો પ્રયાસ રહ્યો ત્યારે સફળતા પણ મળી, આ જ ચંદ્રયાનની સૌથી મોટી સફળતા રહી. હું આશા કરું છું કે, આપણઉં સ્પેસ સેક્ટર આ રીતે આગળ પણ સૌના પ્રયાસોથી સફળતા હાંસલ કરશે.
વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-3 મિશનની સફળતા પર એક કવિતા સંભળાવી...
આસમાન મેં સિર ઉઠાકર
ઘને બાદલો કો ચીરકર
રોશની કા સંકલ્પ લે
અભી તો સુરજ ઉગા હૈ
દૃઢ નિશ્ચય કે સાથ ચલકર
હર મુશ્કિલ કો પાર કર
ઘોર અંધેરે કો મિટાને
અભી તો સુરજ ઉગા હૈ
G20 સમિટ
તેમણે જણાવ્યું કે, આગામી મહિને યોજાનારી G20 સમિટ માટે ભારત તૈયાર છે. તેમાં ભાગ લેવા માટે 40 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભારત આવી રહ્યાં છે. આપણી અધ્યક્ષતા દરમિયાન ભારતે G20ને વધુ ઈન્ક્લુસિવ ફોરમ બનાવ્યું છે. ભાતા નિમંત્રણ પર જ આફ્રિકન દેશના રાષ્ટ્રાધ્યક્ષ કાર્યક્રમ સાથે જોડાશે. G20ની અમારી પ્રેસિડેન્સી પીપુલ્સ પ્રેસિડેન્સી છે. જેમાં જનભાવનાની ભાવના સૌથી આગળ છે. તેને લઈને દેશભરમાં જે આયોજન થયાં છે તેમાં કોઈને કોઈ રીતે દેશના દોઢ કરોડ લોકો જોડાયેલા છે.
વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડાં દિવસો પહેલા ચીનમાં વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સ થઈ હતી. આ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી સારું રહ્યું. આપણાં ખેલાડીઓએ કુલ 26 મેડલ જિત્યા, જેમાં 11 ગોલ્ડ મેડલ હતા. તમને તે જાણીને ગમશે કે 1959 થી લઈને અત્યાર સુધી જેટલી પણ વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સ થઈ છે તેમાં જીતેલા તમામ મેડલ્સને ગણીએ તો પણ આ સંખ્યા 18 જ થાય છે.
સંસ્કૃત ભાષા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષાઓમાંથી એક છે. તેને અનેક આધુનિક ભાષાની જનની પણ કહેવામાં આવે છે. સંસ્કૃત પોતાની પ્રાચીનતાની સાથે સાથે પોતાની વૈજ્ઞાનિકતા અને વ્યાકરણ માટે પણ ઓળખાય છે. ભારતનું પ્રાચીન જ્ઞાન હજારો વર્ષો સુધી સંસ્કૃત ભાષામાં જ સંરક્ષિત કરવામાં આવ્યું. આજે દેશમાં સંસ્કૃતને લઈને જાગૃતિ અને ગર્વ વધ્યું છે. વર્ષ 2020માં ત્રણ સંસ્કૃત ડીમ્ડ યૂનિવર્સિટીને સેન્ટ્રલ યૂનિવર્સિટીઝ બનાવવામાં આવી.અલગ-અલગ શહેરોમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલયોની અનેક કોલેજ અને સંસ્થાન પણ ચાલી રહ્યાં છે. IIT અને IIM જેવી સંસ્થાઓમાં પ સંસ્કૃત કેન્દ્ર પ્રસિદ્ધ થઈ રહ્યાં છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે B20 SUMMIT ને કરશે સંબોધિત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.